ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય ટૂંક સમયમાં સંજય દત્ત સાથે ફિલ્મ ‘ભૂતની’માં જોવા મળશે. એક્ટ્રેસે તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ યુઝર્સ અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેમાં મૌનીનો લુક ઘણો બદલાયેલો લાગે છે. યુઝર્સનું કહેવું છે કે, એક્ટ્રેસે પોતાના હોઠની સર્જરી કરાવી છે. મૌની રોયનો ચહેરો એકદમ બદલાયેલો દેખાતો હતો આ ઇવેન્ટમાં મૌની રોય કાળા ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ સાથે સોનમ બાજવા અને દિશા પટણી પણ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં મૌની રોયનો ચહેરો એકદમ બદલાયેલો દેખાતો હતો. વીડિયોમાં એક્ટ્રેસ નવી હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે, તેના હોઠ પણ થોડા ભરેલા દેખાય છે. ફેન્સે સોશિયલ મીડિયા પર મિક્સ રિએક્શન આપ્યાં મૌની રોયના આ લુક પર ચાહકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેના લુકની પ્રશંસા કરી, તો કેટલાકે કહ્યું કે, તે કેટલીવાર પ્લાસ્ટિક સર્જરી કરાવશે. કેટલાક યૂઝર્સે તેને બોટોક્સ અને લિપ ફિલર્સનું પરિણામ હોવાનું જણાવ્યું છે. એક યુઝરે કહ્યું, ‘તેને ઓળખી પણ શકાતી નથી’ મૌની રોયનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ કરી અને કહ્યું, ‘મૌની હવે મૌની જેવી દેખાતી નથી.’ તેને ઓળખવા માટે મારે કેપ્શનમાં જોવું પડ્યું. એક યુઝરે લખ્યું, ‘તેણે બધી સર્જરીઓ કરાવીને બધું બરબાદ કરી દીધું છે. તે ઓળખી શકાતી નથી અને તે કેવી રીતે ક્યૂટ લાગી શકે?’ બીજા યુઝરે લખ્યું, ‘સર્જરીની દુકાન, આખા ચહેરાને ડિઝાઇન બનાવી દીધી. જેમ બાળકો ડ્રોઈંગ કરે છે, તેવી જ રીતે, ડૉક્ટરે પણ કેટલીક કલાકારી કરી દીધી છે. 2025માં ઘણી ફિલ્મોમાં નજર આવશે મૌની રોય મૌની રોય 18 એપ્રિલે રિલીઝ થતી ફિલ્મ ‘ધ ભૂતની’માં જોવા મળશે. તેમાં સંજય દત્ત, સની સિંહ, આસિફ ખાન અને પલક તિવારી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાંત કુમાર સચદેવે કર્યું છે. ઉપરાંત ડિરેક્ટર ફારુક કબીરની ફિલ્મ ‘સલાકાર’માં, ડિરેક્ટર અહમદ ખાનની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં નજર આવશે. તેમજ મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ 2’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.