back to top
Homeગુજરાતસનાતની સાધુઓ આરપારની લડાઇના મૂડમાં:હાથીના પગ નીચે કચડાઇ જજો પણ સનાતન ધર્મના...

સનાતની સાધુઓ આરપારની લડાઇના મૂડમાં:હાથીના પગ નીચે કચડાઇ જજો પણ સનાતન ધર્મના વિરોધીના દેવસ્થાનમાં ક્યારેય ન જતા : મોરારિબાપુ

સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ છેલ્લા બે મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ સંદર્ભે કરેલા વાણીવિલાસ બાદ હવે સનાતની સાધુ-સંતો મેદાને આવ્યા છે. આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારિબાપુએ ગર્ભિત ચેતવણી આપતું નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું હતું કે, વર્ષો પહેલાં શંકરાચાર્યજીએ એમ કહ્યું હતું કે, સનાતન ધર્મ વિષે જે લોકો ખરાબ બોલે તેઓના દેવસ્થાનમાં ક્યારેય ન જવું, ભલે તમે હાથીના પગ નીચે કચડાઇ જાવ, પરંતુ સનાતની વિરુદ્ધ એલફેલ બોલનારાઓને કદી માફ ન કરી શકાય, તેઓએ વિનંતી કરતાં કહ્યું હતું કે, હવે ફરીથી આ સમય આવી ગયો છે. હું દરેકને કહું છું કે, મેં આટલું કહ્યું છે તેનું મારે ઘણું પરિણામ ભોગવવું પડશે. હવેલીમાં રહેતો મોટામાં મોટો માણસ હોય કે મારા જેવો તુચ્છ વ્યક્તિ હોય હવે બધાએ સમજી જવાનો સમય ફરી આવી ગયો છે. આ ઉપરાંત સનાતની સાધુ-સંતોએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા પુસ્તકો બજારમાં વેચાઇ રહ્યા છે. કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી રહી છે તેમાં ભગવાન શિવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ વિશે ન સાંભળી શકાય તેવી ટિપ્પણી કરવામાં આવી છે અને આ બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી હોય તેવું બતાવવામાં આવ્યું છે, ત્યારે સરકારી તંત્ર ચુપ શા માટે બેઠું છે તે પણ એક મોટો પ્રશ્ન છે. રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની ગુરુગાદીએથી આહ્વાન; કંઠીબંધ શિષ્યોને અપીલ છે કે, સનાતન વિરોધીઓના મંદિરમાં ન જવાનો નિર્ણય મને ગુરુ દક્ષિણામાં આપો
શ્રી પંચ દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, હું મારા કંઠીબંધ શિષ્યો અને ભારતભરમાં રહેતા મારા સેવકોને આ ગુરુગાદીએથી આહ્વાન કરું છું કે, સનાતન વિરોધીઓના મંદિરમાં નહીં જવાનો તમે નિર્ણય કરીને મને ગુરુ દક્ષિણા આપો. અમે કોઇ સંપ્રદાયના વિરોધી નથી જો તેમનામાં હજુ પણ કોઇ ફેરફાર આવશે અને સનાતન ધર્મ જ સત્ય છે તેવું સ્વીકારશે તો અમે કોઇનો વિરોધ નથી કરવાના, પરંતુ બજારમાં જે ધાર્મિક પુસ્તકો મળી રહ્યા છે અને તેમાં જે વાણીવિલાસ લખાયો છે. કેટલાક સ્વામીઓ ભોળાનાથ વિશે પણ એલફેલ બોલે છે ત્યારે હવે હદ થઇ ગઇ હોવાથી આ નિર્ણય મારે કરવો પડ્યો છે. જ્યારે જગદ્ગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરીએ પણ જણાવ્યું હતું કે, મારી સાથે સંકળાયેલા ભક્તોને આહ્વાન કરું છું કે, સનાતન ધર્મ વિરુદ્ધની કોઇ ટિપ્પણી કરતા હોય કે ખરાબ બોલતા હોય અથવા તો વિરુદ્ધનું કોઇ કાર્ય કરતા હોય તો તેવા લોકોના દેવ સ્થાનમાં જવું નહીં, તેવા લોકો સાથે કોઇ સંપર્ક કે સંબંધ રાખવો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments