સાણંદ શહેરમાં આજે હનુમંત ચરિત્ર કથાનો વિધિવત પ્રારંભ થયો. PWD ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ કથાની શરૂઆત પહેલાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય વરઘોડામાં ફટાકડા અને બેન્ડવાજાના સૂર સાથે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન ‘જય શ્રી રામ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કથા સ્થળ પર સાળંગપુરના પ્રખર વક્તા હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમંત ચરિત્ર કથાનું રસપાન શરૂ થયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. કથા દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.