સુરતમાં કોસમાડા ખાતે યોજાઈ રહેલી ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભૂમિ ત્રિવેદીના તાલે સુરતીઓ ગરબા રમ્યા હતા. ખાસ વાત એ છે કે, ગરબા રમવા માટે મોટી સંખ્યામાં યુવાઓ પહોંચી રહ્યા છે. જેમાંથી ઘણા એવા છે કે, જેઓ કદાચ પહેલીવાર ચૈત્રી નવરાત્રિથી પરિચિત થઈ રહ્યા છે. ગઈકાલે ભૂમિ ત્રિવેદીના એક-એક ગરબા પર ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા. સુરતીઓનો જુસ્સો જોઈને ભૂમિ ત્રિવેદીએ પણ સ્ટેજ પરથી ગરબા ગ્રાઉન્ડ પર નીચે ઊતરી આવી હતી અને ગરબા કર્યા હતા. અત્યારની જનરેશન ધર્મને લઈને આગળ આવી રહી છે
ભૂમિ ત્રિવેદી જણાવ્યું હતું કે, હું સમજણી થઈ ત્યારથી મેં એક જ નવરાત્રિ જોઈ છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને પણ એવું લાગતું હતું કે, વર્ષમાં બે નવરાત્રિ માટે કોઈ આગળ આવશે. આ પહેલીવાર બન્યું છે કે, ચૈત્રી નવરાત્રિમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારની જનરેશન ધર્મને લઈને આગળ આવી રહી છે અને આ બીજી નવરાત્રિનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગરબામાં જાગૃતિના મેસેજ પણ અપાઈ રહ્યા છે
યુવાઓનું મોટી સંખ્યામાં પહોંચવાનું એક કારણ એક જ જગ્યાએ અલગ-અલગ દિવસે અલગ-અલગ જાણીતા કલાકારોનું પર્ફોર્મન્સ પણ છે. જે આસો નવરાત્રિમાં પણ જોવા નથી મળતું. આજે હરિઓમ ગઢવી પર્ફોર્મ કરશે અને ત્યારબાદના દિવસોમાં ઓસમાણ મીર, ઐશ્વર્યા મજુમદાર સહિતના કલાકારો પર્ફોર્મ કરશે. આયોજન દરમિયાન સે નો ટુ ડ્રગ્સ, વ્યસન છોડો, વૃક્ષ વાવો જેવા મેસેજ અપાઈ રહ્યા છે. નવ દિવસના કલાકારો