દાનહના સાયલી ગામે હાલમાં પણ રસ્તાનું કામ અધુરું હોવાને કારણે સ્થાનિકો તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા જતા લોકો પરેશાન થઇ રહ્યાં છે. ગત મહિને સાયલી સ્ટેડીયમથી આગળના ભાગે રસ્તાની હાલત એકદમ જ ખરાબ છે. કેટલીક જગ્યા પર તો ખાડાઓ ખોદવામાં આવેલા એને પણ પુરવામાં આવ્યાં નથી અને કાચા રસ્તાને કારણે આખો રસ્તો ધૂળીયો બની ગયો છે જેના કારણે રાહદારીઓ અને બાઈક સવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાયલી ગામમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા જતા નાના મોટા વાહનોને પણ પરશાની થઇ રહી છે.હવામાન વિભાગે ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની પણ આગાહી કરી છે. જો વરસાદ પડશે તો આ રસ્તાની હાલત વધુ બદતર થશે.જેથી પ્રશાસન જે રસ્તાનુ કામ અધૂરું છે એને જલ્દીથી પૂર્ણ કરાવે આવે એવી સ્થાનિકોની માગ છે.