back to top
Homeમનોરંજન3 દી'માં જ 'સિકંદર'નાં પાટિયાં પડી ગયાં!:સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટિકિટો...

3 દી’માં જ ‘સિકંદર’નાં પાટિયાં પડી ગયાં!:સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ટિકિટો નહીં વેચાવાથી ધબડકો; થિયેટરોમાં બીજી ફિલ્મો ચડવા લાગી

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ખૂબ ચર્ચામાં હતી, જોકે, તેની વાર્તા અને પ્લોટને કારણે આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. આ જ કારણે ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવી રહ્યા છે. ઘણા થિયેટરોમાં હવે ‘સિકંદર’ની જગ્યાએ મોહનલાલની ફિલ્મ ‘L2: એંપુરાન’ પ્રદર્શિત થઈ રહી છે. બોલિવૂડ હંગામાના તાજેતરના અહેવાલ મુજબ, ‘સિકંદર’ને સુરત, અમદાવાદ, ભોપાલ અને ઇન્દોરના અનેક થિયેટરમાંથી દૂર કરવામાં આવી છે. ‘સિકંદર’નું ઓપનિંગ કલેક્શન 26 કરોડ હતું. 30 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરે 26 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. રવિવારે રિલીઝ થવાથી ફિલ્મને ફાયદો થયો. બીજા દિવસે, ઈદના અવસર પર, ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો. ફિલ્મે બીજા દિવસે ₹29 કરોડ અને ત્રીજા દિવસે ₹19.5 કરોડની કમાણી કરી. ફિલ્મનું કુલ કલેક્શન 74.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નોંધનીય છે કે,ફિલ્મ ‘સિકંદર’નું દિગ્દર્શન એઆર મુરુગદાસે કર્યું છે, જેમણે ‘ગજની’ જેવી શાનદાર ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાનની સામે રશ્મિકા મંદન્ના જોવા મળી રહી છે. ફિલ્મમાં શરમન જોશી, કાજલ અગ્રવાલ, સત્યરાજ, પ્રતિક બબ્બર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા રાજકોટના રાજા સંજય પર આધારિત છે, જે મંત્રીના પુત્રને પાઠ ભણાવીને ભારે દુશ્મનાવટ વહોરે છે. બદલાની આ લડાઈમાં, સંજય તેની પત્ની સાંઇશ્રી ગુમાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments