મોહનલાલની ફિલ્મ ‘L2: એમ્પુરાન’ને લગતા વિવાદો સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યા. આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થઈ હતી, જેમાં ગુજરાત રમખાણોના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ RSSએ ફિલ્મને હિન્દુ વિરોધી ગણાવીને તેનો વિરોધ શરૂ કર્યો. આ ફિલ્મ સેન્સર દ્વારા પાસ કરવામાં આવી હતી, જોકે વિરોધને કારણે સેન્સર બોર્ડે નિર્માતાઓને તેમાં 17 કટ કરવાનું સૂચન કર્યું હતું. હવે તાજેતરના સમાચાર મુજબ, સેન્સરે નિર્માતાઓને 17 ને બદલે 24 કટ કરવા કહ્યું છે. નિર્માતાઓએ બોર્ડની સલાહ સ્વીકારી લીધી છે અને ફિલ્મમાં ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. RSSના વિરોધ બાદ, કેરળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને ફરીથી જોઈ અને 17 કટ કર્યા. આમાં ગુજરાત રમખાણોના દ્રશ્યો, વિલનના નામ, મહિલાઓ પર ક્રૂર અત્યાચાર દર્શાવતા દ્રશ્યોનો સમાવેશ થતો હતો, પરંતુ હવે બોર્ડે તેમાં વધુ 3 કાપ ઉમેર્યા છે. હવે ફિલ્મમાં 23 ફેરફારો થશે. ફિલ્મમાંથી કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રીનું નામ દૂર કરાશે વર્તમાન ફિલ્મમાં એક ખાસ આભારની સ્લાઇડ છે, જેમાં કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીનું નામ હતું, જોકે, બોર્ડના સૂચનને પગલે, નિર્માતાઓ તેને દૂર કરી રહ્યા છે. ફિલ્મમાંથી સગર્ભાઓ પર થતી હિંસાના દ્રશ્યો પણ દૂર કરવામાં આવ્યા છે. ફિલ્મના વિલનનું નામ બજરંગીથી બદલીને બલદેવ કરવામાં આવ્યું છે. જે પણ દ્રશ્યમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) નો ઉલ્લેખ છે તે દ્રશ્ય મ્યૂટ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મના સહ-નિર્માતાએ પુષ્ટિ કરી ફિલ્મના સહ-નિર્માતા એન્ટની પેરુમ્બવુરે આ મુદ્દે કહ્યું છે કે, બોર્ડના સૂચન પછી ફિલ્મને એડિટ કરવાનો નિર્ણય ટીમનો હતો. તેમણે કહ્યું છે કે, ખોટા વિષય પર ફિલ્મ બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય નહોતો. તે કોઈ વિવાદ ઇચ્છતો નથી. આ ફેરફારો કરવા માટે તેના પર કોઈ દબાણ નહોતું. બધા ફેરફારો દર્શકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. ફિલ્મની રિલીઝ રોકવાની માંગ થઈ હતી જણાવી દઈએ કે, 1 એપ્રિલે કેરળ હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે ફિલ્મમાં ગુજરાત રમખાણોના દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેનો આરોપ છે કે આ ફિલ્મ સાંપ્રદાયિક હિંસા ભડકાવી શકે છે. જોકે, બધા ફેરફારો પછી, ફિલ્મનું નવું વર્ઝન આજથી એટલે કે 2 એપ્રિલથી સિનેમાઘરોમાં બતાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ પૃથ્વીરાજ સુકુમારને કર્યું છે.