કચ્છમાં ચૈત્ર માસની ગરમી એ તેનું અસલ રૂપ બતાવવતા તેની અસર જનજીવન પર વર્તાઈ રહી છે. જિલ્લા મથક ભુજ શહેરમાં આજે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. અહીં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હજી એક સપ્તાહ સુધી ભારે ગરમી પડવાની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી
તીવ્ર તાપના કારણે મધ્યાહને શહેરના માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી જાય છે, તો ગરમીથી બચવા લોકો નીત નવા પ્રયાસો કરવા કરતા નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને ઠંડા પીણા ની લારી ગલ્લા ઉપર ગ્રાહકોની વ્યાપક ભીડ દેખાઈ રહી છે. રસ્તાઓ પર મોટા ભાગના લોકો ટોચી ચશ્મા પહેરેલા દેખાય છે. જ્યારે મહિલા સ્કૂટર ચાલકો સુતરાઉ કપડાના આવરણમાં લપેટાઈને બહાર દેખાય છે. ‘દિવસે ગરમી, રાત્રે ઠંડક’
ભુજના કોલેજ રોડ સ્થિત ઠંડા પીણાં ની દુકાન પાસે મળી ગયેલા નિવૃત સરકારી કર્મચારી શરદ રાઠોડે કહ્યું કે કચ્છમાં એક વાત સારી છે કે ગમે તેટલી ગરમી પડે પણ રાત ઠંડી રહે છે, જેના કારણે કચ્છીઓ રાત્રિએ દિવસની ગરમીથી રાહત મેળવી લે છે. હજી તપામાન વધવાની શક્યતા
સંજય પરમાર નામના નાગરિકે કહ્યું કે અત્યારે જે રીતે 40 ડીગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે તે આગામી સમયમાં હજી તાપ અને ગરમ લુમાં વધારો થાય તેમ લાગી રહ્યું છે. જોકે રણ પ્રદેશ ધરાવતા આ વિસ્તારના લોકો તેનાથી ટેવાયેલા છે, તેમ છતાં જાત સલામતી હાલ બહાર નીકળતાજ ઠંડા પીણાં અને શરબતનો અસરો લેવો પડે.