કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે તાજેતરમાં રિયાલિટી શો વિશે વાત કરી. કોરિયોગ્રાફર કહે છે કે રિયાલિટી શોમાં ઘણી બધી બાબતો સ્ક્રિપ્ટેડ હોય છે. ફક્ત નૃત્ય અને નિર્ણય જ વાસ્તવિક છે. ટેરેન્સે કહ્યું કે તેમને ગેસ્ટ અને સ્પર્ધકો સાથેની વાતચીતની સ્ક્રિપ્ટ લખવાનું પણ કહેવામાં આવે છે. રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે – ટેરેન્સ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ ઘણાં વર્ષોથી ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. ટેરેન્સે તાજેતરમાં પિંકવિલા સાથે વાત કરી હતી, જે દરમિયાન તેમને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’નો જૂનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ તસવીરમાં ટેરેન્સ દીપિકા પાદુકોણ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ ફોટો ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ના પ્રમોશન દરમિયાન લેવામાં આવ્યો હતો. ફોટો પર પ્રતિક્રિયા આપતા, ટેરેન્સે કહ્યું કે આવી ક્ષણો ભાગ્યે જ કુદરતી હોય છે. મોટાભાગની બધી ક્ષણો પ્રેક્ષકોને આકર્ષવા માટે અગાથી તૈયાર કરવામાં આવી હોય છે. મોમેન્ટ ક્રિએટ કરવાનું કહેવામાં આવે છે – ટેરેન્સ રિયાલિટી શોની સ્ક્રિપ્ટ વિશે વાત કરતાં, ટેરેન્સ લુઈસ કહે છે, ‘ઘણા લોકો વિચારે છે કે અમે ડાન્સ કરવા માગીએ છીએ. પરંતુ સત્ય એ છે કે અમને આવી ક્ષણો બનાવવા માટે કહેવામાં આવે છે. તો જ્યારે તમે પૂછો કે શું બધું સ્ક્રિપ્ટેડ છે, તો હું કહીશ કે હા, શોના મહેમાનો અને સ્પર્ધકો વચ્ચેની બધી વાતચીત અગાઉથી આયોજિત હોય છે. જોકે, અમારો ડાન્સ, લોકોની ટેલેન્ટ, અમારા નિર્ણયો અને કમેન્ટ બધું જ નેચરલ હોય છે. આ ઉપરાંત, ટેરેન્સે શેર કર્યું કે તેમને સ્ટેજ પર એક મોટી મોમેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. તો તેમણે દીપિકાને ડાન્સ કરવાનું કહ્યું. દીપિકાને સ્ટેજ પર ડાન્સ કરવો પડશે, તેને આ વાતની ખબર નહોતી. ઘણાં વર્ષોથી ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે ટેરેન્સ લુઈસ રિયાલિટી ડાન્સ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ (2009–2012) અને ‘નચ બલિયે’ (2012–2017) ને જજ કરવા માટે જાણીતા છે. તે મુંબઈમાં પોતાની ‘ટેરેન્સ લુઈસ કન્ટેમ્પરરી ડાન્સ કંપની’ પણ ચલાવે છે.