ધૃતિ મિસ્ત્રી
ખેડા તાલુકાના વડાલા ગામની સીમમાં આવેલું મોટા તળાવ યાયાવર પક્ષીઓ માટે આરામનું, ફરવાનું સ્થળ છે. અહીં ગ્રીક ડક, ગાર્ગીની ડક સહિતનાં વિદેશી પક્ષીઓ આવતાં હોય છે એટલે પક્ષીપ્રેમીઓ, પક્ષીઅભ્યાસુઓ માટે મહત્ત્વનું સ્થળ છે પરંતુ અહીં ઘણા સમયથી આ પક્ષીઓનો શિકાર થઈ રહ્યો છે. શિકારીઓ ઝેર આપીને પક્ષીઓને મારી નાખે છે પછી તેનું માંસ હોટલોમાં વેચી દે છે. પક્ષીવિદોના મતે શિકારની આ પદ્ધતિ વ્યક્તિગત માંસાહાર માટે નથી. આ પ્રોફેશનલ હન્ટિંગ છે અને આ ઘણી સંવેદનશીલ બાબત છે. આ લોકો મોટી સંખ્યામાં શિકાર કરી પક્ષીઓ બહાર વેચવા માટે લઈ જાય છે. લાંબા સમયથી પક્ષીઓના શિકારની ઘટનાઓ જિલ્લામાં વધી છે. જિલ્લામાં કેટલાક પ્રવાસી પક્ષીઓનું પણ ચોક્કસ સમયગાળામાં આગમન થતું હોય છે ત્યારે આ શિકારીઓ તેમના ઉપર ડોળો રાખતા હોય છે. હાલમાં શિકારની જે પરિસ્થિતિ છે તે જોતાં આ પ્રવૃત્તિ સામે પગલાં નહીં લેવાય તો ઉનાળામાં આવતાં સારસ પક્ષીઓ પણ ખતરામાં છે. ભૂતકાળમાં પણ આ જ જગ્યાએ અને તેની આજુબાજુમાં આવેલાં બીજાં ભેરાઈ તલાવ જેવાં જળાશયોમાં પણ આવી 100 પોઇઝન ટ્રેપ પક્ષીપ્રેમીઓએ નિષ્ફળ બનાવી હતી. આ રીતે શિકાર કરે છે શિકારીઓ ડાંગર કે વાણિયામાં ઝેર ભેળવીને નાખતા હોય છે. અથવા જળાશયોમાં નાનીનાની ટેકરીઓ પરના છોડ પર ઝેર નાખતા હોય છે. પક્ષીઓ તે ખાઈને મૃત્યુ પામે છે. રેર પક્ષીઓનાં માંસ રૂ.800માં વેચાય છે
માંસાહારીઓમાં રેર પક્ષીઓના માંસની માગ વધુ હોય છે. માંસાહારીઓ અલગ અલગ પક્ષીઓના માંસ ખાવાના શોખીન હોવાથી પક્ષીઓનો શિકાર કરતા લોકો વધુ સક્રિય થયા છે. તેમાં પરિએજ તેમજ જિલ્લાનાં અન્ય તળાવોમાં પણ શિકાર કરી માંસનું વેચાણ કરાય છે. મરઘીના માંસ કરતાં આ પક્ષીઓનું માંસ મોંઘું હોય છે. હાલમાં બજારમાં અલગ અલગ પક્ષીઓનાં માંસ રૂ. 450થી માંડીને રૂ. 800 અને તેથી વધુની કિંમતે વેચાતું હોવાનું જાણવા મળી રહ્યું છે. માંસ ખાય તેને કોઈ નુકસાન ન થાય
શિકાર કરવા માટે પક્ષીઓને અપાતું ઝેર તેમના પેટમાં જ રહી જાય છે. પક્ષીઓનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમના પેટનો ભાગ કાઢી નાખવામાં આવે છે અને માત્ર અંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે શિકાર માટે વપરાતા ઝેરની કોઈ અસર ખાનારને થતી નથી. હાલમાં શિકારીઓ કોપર સલ્ફેટ સાથે ચોક્કસ દવાનો ઉપયોગ કરી શિકાર કરે છે.