IPL 2025ની 15મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સીઝનમાં બંને ટીમ 3-3 મેચ રમી છે. બંને 1-1 જીત્યા અને 2-2 હાર્યા. ગયા વર્ષે ફાઈનલ આ જ બે ટીમ વચ્ચે રમાઈ હતી. જ્યાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો IPL ખિતાબ જીત્યો. મેચ ડિટેઇલ્સ,15મી મેચ
KKR Vs SRH
તારીખ: 3 એપ્રિલ
સ્ટેડિયમ: ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા
ટૉસ: સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ: સાંજે 7:30 વાગ્યે કોલકાતા હેડ ટુ હેડમાં આગળ હેડ ટુ હેડ મેચમાં કોલકાતા હૈદરાબાદ પર સરસાઈ ધરાવે છે. બંને વચ્ચે 28 IPL મેચ રમાઈ છે. KKR 19માં જીત્યું હતું અને SRH 9માં જીત્યું હતું. બંને ટીમ ઈડન ગાર્ડન્સ ખાતે 10 વખત ટકરાઈ છે, જેમાં KKR 7 વખત જીત્યું છે અને SRH ફક્ત 3 વખત જીત્યું છે. ટ્રેવિસ હેડ હૈદરાબાદનો ટૉપ સ્કોરર SRH માટે ટ્રેવિસ હેડ સૌથી વધુ રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે 3 મેચમાં કુલ 136 રન બનાવ્યા છે. તેમના પછી, અનિકેત વર્મા બીજા સ્થાને છે અને ઈશાન કિશન ત્રીજા સ્થાને છે. અનિકેત 3 મેચમાં 205.26ના સ્ટ્રાઈક રેટથી કુલ 117 રન બનાવ્યા છે. પોતાની છેલ્લી મેચમાં, તેણે દિલ્હી કેપિટલ્સ સામે 41 બોલમાં 74 રનની અડધી સદી ફટકારી હતી. જ્યારે ઈશાને ત્રણેય મેચમાં કુલ 108 રન બનાવ્યા છે. પોતાની ડેબ્યૂ મેચમાં, તેણે રાજસ્થાન રોયલ્સ સામે 47 બોલમાં 106 રનની સદી ફટકારી હતી. બોલિંગમાં, હર્ષલ પટેલ ટીમ માટે 3 વિકેટ લઈને ટોચ પર છે. કોલકાતા તરફથી ડી કોકે સૌથી વધુ રન બનાવ્યા ક્વિન્ટન ડી કોક KKRનો ટૉપ સ્કોરર છે. તેણે 3 મેચમાં કુલ 102 રન બનાવ્યા છે. બીજી મેચમાં, તેણે રાજસ્થાન રોયલ્સ સામે 61 બોલમાં 97 રનની ઇનિંગ રમી. તેના પછી ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ અત્યાર સુધીમાં 85 રન બનાવ્યા છે. પહેલી મેચમાં, તેણે RCB સામે 31 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં, વરુણ ચક્રવર્તીએ 3 મેચમાં 3 વિકેટ લીધી છે. તે KKRનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 94 IPL મેચ રમાઈ ચૂકી છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમે 38 મેચ જીતી છે અને ચેઝ કરતી ટીમે 56 મેચ જીતી છે. રેકોર્ડ્સ જોતાં, ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ સ્ટેડિયમનો સૌથી વધુ ટીમ સ્કોર 262/2 છે, જે આ વર્ષે પંજાબ કિંગ્સે કોલકાતા સામે બનાવ્યો હતો. વેધર અપડેટ
3 એપ્રિલે કોલકાતામાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો રહેશે. વરસાદની શક્યતા માત્ર 3% છે. આ દિવસે અહીં તાપમાન 25 થી 36 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.