સારા અલી ખાન ઘણીવાર તેના પ્રોફેશનલ અને પર્સનલ જીવન લઈ ટ્રોલ થાય છે. એક્ટ્રેસે તાજેતરમાં આ વિષય પર વાત કરી હતી. તેનું માનવું છે કે નકારાત્મકતા ફક્ત મેડિટેશનથી જ ઘટાડી શકાય છે. ‘ટ્રોલ થવા પર મને કોઈ ફરક નથી પડતો’
ટાઇમ્સ નાઉ સમિટમાં વાતચીત દરમિયાન સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે- તે સોશિયલ મીડિયા પર થતા ટ્રોલને કેવી રીતે જુએ છે અને તે તેનો સામનો કેવી રીતે કરે છે? ટ્રોલ થવા બાબતે સારાએ કહ્યું- મને મારા ધર્મ વિશે પણ ટ્રોલ કરવામાં આવે છે, લોકો કહે છે કે તમે મુસ્લિમ છો અને હિન્દુ મંદિરોમાં જાઓ છો. પણ હવે આ બધું મારા માટે મહત્ત્વનું રહ્યું નથી. આ બધાનો સમાનો કરવામાં મેડિટેશન મને સૌથી વધુ મદદ કરે છે. મેડિટેશન દ્વારા મને ખબર પડે છે કે શું વાસ્તવિક છે અને શું નહીં. ટ્રોલ થવાની બાબત મારા માટે ક્યારેય સમસ્યા જ નહોતી, સમસ્યા એ હતી કે હું વિચારતી હતી કે હું શ્રેષ્ઠ છું. હવે, મેં તેના વિશે પણ વિચારવાનું બંધ કરી દીધું છે. જીવન લાંબુ છે, ઘણું કરવાનું છે
સારાએ આગળ કહ્યું, હું હજુ પણ એક એક્ટ્રેસ તરીકે ટોચ પર નથી. કેટલાક લોકોને કેટલાક કલાકારો ગમે છે, અને કેટલાકને નહીં. એક અભિનેતા તરીકે મારે હજુ ઘણી લાંબી સફર કાપવાની છે. હજુ લાંબુ જીવન બાકી છે, હજુ ઘણું કરવાનું બાકી છે. સારાએ 2018માં ડેબ્યૂ કર્યું હતું
સારા અલી ખાને 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સારા તાજેતરમાં જ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળી હતી. તેની સાથે અક્ષય કુમાર, વીર પહાડિયા અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં હતા. સારા ટૂંક સમયમાં અનુરાગ બાસુની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મેટ્રો ધીસ ડેઝ’માં જોવા મળશે. આ ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ (2007) ની સિક્વલ છે. આદિત્ય રોય કપૂર, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જેવા કલાકારો પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મ 4 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.