back to top
Homeભારતમોદીની પ્રથમ મહિલા સેક્રેટરી નિધિ તિવારીની કહાની:BHUમાં ડોક્ટર સાથે પ્રેમ થયો, 18...

મોદીની પ્રથમ મહિલા સેક્રેટરી નિધિ તિવારીની કહાની:BHUમાં ડોક્ટર સાથે પ્રેમ થયો, 18 વર્ષ પહેલા લગ્ન કર્યા; પુત્રના જન્મ બાદ IFS બની

પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર કાશીની પુત્રવધૂ, IFS અધિકારી નિધિ તિવારીને તેમના પ્રાઈવેટ સેક્રેટરી બનાવ્યાં છે. મોદીના 11 વર્ષના પીએમ કાર્યકાળમાં આ પહેલીવાર છે જ્યારે પ્રાઈવેટ સેક્રેટરી મહિલા છે. વિદેશમંત્રી એસ. જયશંકર અને અજિત ડોભાલની ટીમમાં કામ કરવાને કારણે નિધિ સીધા જ પીએમઓ પહોંચ્યાં. કાશીના મહમૂરગંજ વિસ્તારમાં આવેલા તેમનાં સાસરિયાંના ઘરે, શ્રીરામનગર કોલોનીમાં ઉજવણીનો માહોલ છે. દિવ્ય ભાસ્કર એપની ટીમ નિધિના ઘરે પહોંચી હતી. નિધિ દિલ્હીમાં છે, તેના પતિ ડૉ. સુશીલ જયસ્વાલન સાથે મુલાકાત થઈ. નિધિની માતા પ્રભા તિવારી પણ ડૉ. સુશીલ સાથે ઘરે હતા. અમે તેમને પૂછ્યું કે નિધિના લગ્ન કેવી રીતે થયા? લગ્નનાં 7 વર્ષ પછી નિધિ IFS ક્વાલિફાઈ કેવી રીતે કર્યું? વિદ્યાર્થી જીવનમાં મુલાકાતથી જિંદગી કેવી રીતે સફળતાની સીડી ચઢતી ગઈ. સવાલ-જવાબમાં સંપૂર્ણ રિપોર્ટ વાંચો… 5 સવાલમાં નિધિની એકેડેમિક અને લવલાઈફ વિશે જાણો… 1. નિધિની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ? નિધિ તિવારી લખનઉની રહેવાસી છે. ગ્રેજ્યુએશન પછી તે BHUમાં અભ્યાસ કરવા આવી. 2005માં તેણે M.Sc. બાયોકેમિસ્ટ્રીમાં એડમિશન લીધું. તે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તેના પતિ, ડૉ. સુશીલ જયસ્વાલ મેડિકલના વિદ્યાર્થી હતા. બંનેની ક્યારેક ક્યારેક લેબમાં મુલાકાત થતી હતી. અહીંથી જ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પછી ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવ્યાં. બંનેનાં લગ્ન ડિસેમ્બર 2006માં થયાં હતાં. 2. લગ્ન પછી નિધિનો અભ્યાસ કેવો રહ્યો?
ડૉ. સુશીલ કહે છે- હું 1999થી BHUનો વિદ્યાર્થી છું, ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન ત્યાંથી જ કર્યું છે. પછી મારા લગ્ન નિધિ સાથે થયા. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેણે વૈજ્ઞાનિક બનવાની તૈયારી શરૂ કરી. 2007માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)માં તેનું સિલેક્શન થઈ ગયું અને મહારાષ્ટ્ર જઈને એમાં જોઈન કર્યું, પરંતુ તે બ્યૂરોક્રેસીમાં કંઈક મોટું કરવા માગતી હતી. 3. UPSCમાં કેવી રીતે સિલેક્ટ થઈ? ડૉ. સુશીલે કહ્યું – 2008માં અમારો દીકરો થયો. નિધિ ઘરે આવી ગઈ હતી. અહીં રહેતાં નિધિએ તેના નવા મુકામ માટે તૈયારી શરૂ કરી. 2008માં તેણે પહેલીવાર UPPSC પરીક્ષા આપી. તેની પસંદગી આસિસ્ટન્ટ કમિશનર (વાણિજ્યિક કર)ના પદ માટે થઈ. તેણે લગભગ 2 વર્ષ કામ કર્યું. 2013માં નિધિએ પહેલીવાર UPSC ફોર્મ ભર્યું. તે ઘરેથી તૈયારી કરી શકતી ન હતી, તેથી તે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. તેણે પ્રથમ પ્રયાસમાં જ IAS ક્વોલિફાઈ કર્યુ. 4. IFSમાં સિલેક્શન કેવી રીતે થયું?
ડૉ. સુશીલે કહ્યું, નિધિના ઓછા રેન્કને કારણે તેને ભારતીય રેલવે કર્મચારી સેવા (IRPS)માં સ્થાન મળ્યું, પરંતુ તેણે જોઈન કર્યુ નહીં. તેનું સપનું IFS કે IAS બનવાનું હતું. આ પછી તેણે 2013માં ફરીથી અરજી કરી. આ વખતે તેને જનરલ કેટેગરીમાં 96મો રેન્ક મળ્યો. નિધિએ ઓપ્શનમાં IFS ભરતાંની સાથે જ તેનું સપનું સાકાર થયું. 5. નિધિને પહેલી પોસ્ટિંગ ક્યાં મળી?
2017માં નિધિને વિદેશ મંત્રાલય (દિલ્હી)માં ડેસ્ક પર પોસ્ટિંગ મળ્યું હતું. આ પછી તેને વિયેના (ઓસ્ટ્રિયા)માં મળ્યું. અહીં તેણે 2 વર્ષ એટલે કે 2019 સુધી રહી. તે UNના દેશો સાથે ભારતના વિવિધ મુદ્દાઓ પર સંબંધોનું સંકલન કરવાની જવાબદારી સંભાળતી હતી. હવે ડૉ. સુશીલને પણ જાણો… ડૉ. સુશીલ વારાણસીના જાણીતા સર્જન છે
ડૉ. સુશીલ જયસ્વાલ વારાણસીના પ્રખ્યાત લેપ્રોસ્કોપી સર્જન છે. ઘૂંટણ રિપ્લેસમેન્ટ ઉપરાંત ઓર્થો, માથા અને ગરદનની સર્જરી પણ કરે છે. તેઓ એનેસ્થેસિયાના નિષ્ણાત છે. શ્રીરામનગર કોલોનીમાં તેમની હોસ્પિટલ છે. 22 વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. સુશીલ જયસ્વાલને એઈમ્સ દિલ્હી, સર ગંગા રામ દિલ્હી, લખનઉ અને વારાણસી સહિત ઘણાં શહેરોમાં લેપ્રોસ્કોપી સર્જરી અને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવે છે. નિધિની માતાએ શું કહ્યું… તે જીવનમાં ક્યારેય નિષ્ફળ થઈ નથી
ડૉ. સુશીલ જયસ્વાલે જણાવ્યું – નિધિ તિવારી કહે છે કે જે પેનલ અને જે અધિકારીઓએ તેની પસંદગી કરી છે તેમની અપેક્ષાઓ પર ખરા ઊતરવું પડશે. નિધિની માતા પ્રભા તિવારીએ જણાવ્યું કે નિધિ હંમેશાં અભ્યાસમાં પ્રથમ આવતી અને ગોલ્ડ મેડલ લઈને ઘરે આવતી. પ્રી-સ્કૂલથી લઈને IFS બનવા સુધીની તેની સફર હંમેશાં સફળતાથી ભરેલી રહી. નિધિ તેના જીવનમાં ક્યારેય કોઈ પરીક્ષામાં નાપાસ થઈ નથી. નિધિ ગોલ્ડ મેડલિસ્ટ રહી હતી શિક્ષણ ટ્રેનિંગ નિધિ પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી રહી નિધિ તિવારી નવેમ્બર 2022થી પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરીનું પદ પર હતી. આ પહેલાં તેણે વિદેશ મંત્રાલયના ડિસ-આર્મામેન્ટ એન્ડ ઈન્ટરનેશનલ સિક્યોરિટી અફેર્સ ડિવીઝનમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી. PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમિયાન નિધિ તિવારીએ ‘વિદેશ અને સુરક્ષા’ વિભાગમાં કામ કર્યું હતું, જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને રિપોર્ટ કરે છે. આ દરમિયાન તેણે વિદેશી બાબતો, પરમાણુ ઊર્જા, સુરક્ષા બાબતો અને રાજસ્થાન રાજ્યને લગતા મુદ્દાઓ પર કામ કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments