back to top
Homeગુજરાતરાજ્યના 261 ASIને PSI તરીકે બઢતી:ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઓર્ડર...

રાજ્યના 261 ASIને PSI તરીકે બઢતી:ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઓર્ડર કરાયા, જાણો સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત PSI બિનહથિયારધારી વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખાતાકીય બઢતી પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 261 ASIને PSI તરીકે બઢતી આપી નિમણૂંક કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ 261 એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. વર્ષ 2024માં 341 પી.એસ.આઈને પી.આઈ, 397 એ.એસ.આઈને પી.એસ.આઈ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ 2025માં આજે તા. 03 એપ્રિલ 2025ના રોજ વધુ 261 એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે.. IPS, ડીવાયએસપી, PIની બદલી પણ આવી શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કંટ્રોલ કરવા માટે ખાલી પડેલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ અને તેને અમલમાં લાવવામાં આવ્યું છે . આગામી સમયમાં પીઆઇ , ડીવાયએસપી , અને આઈપીએસ અધિકારીઓની બદલી આવવાની શક્યતા છે.ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હાલ ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે તે જગ્યા ભરવા માટે પણ આગામી દિવસોમાં.આઇપીએસ અધિકારીઓની બદલીનું મોટું લિસ્ટ આવે તેવી આઇપીએસ બેડામાં ચર્ચા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments