back to top
Homeગુજરાતવરસાદથી ઉકળાટ વધ્યો​​​​​​​:રાજ્યના 16 શહેરમાં ગરમી 39 ડિગ્રીને પાર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી...

વરસાદથી ઉકળાટ વધ્યો​​​​​​​:રાજ્યના 16 શહેરમાં ગરમી 39 ડિગ્રીને પાર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

એપ્રિલની શરૂઆત થતાં જ ગરમીએ એનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરી હતી. રાજ્યમાં આજે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં આજે ગરમીનો પારો 42.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગર સિવાય અન્ય 16 શહેરમાં પણ ગરમીનો પારો 39 ડિગ્રી પાર પહોંચી ગયો હતો. જ્યારે સાયક્લોનિક સકર્યુલેશનને લીધે રાજ્યભરમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીનાં ચિંચલી સહિત સરહદી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે કમોસમી વરસાદ પડતાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. બીજી તરફ ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસની મૌસમનો મિજાજ બદલાતાં ગરિમથક સાપુતારા, આહવા, વધઇ અને સુબીર પંથકમાં વાદળાછાયું વાતાવરણ સર્જાયું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમનો મિજાજ બદલાયો છે. ક્યાંક કમોસમી વરસાદના છાંટણા તો ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબીર પંથકમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહ્યું હતું. પૂર્વપટ્ટીનાં ચિંચલી, મોરઝીરા, કોદમાળ સહિત સરહદીય પંથકોમાં ભરઉનાળે મધ્યમ સ્વરૂપનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ગુરુવારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા અને નગર-હવેલી વિસ્તારમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર42.8 વિવિ નગર42.3 રાજકોટ42.1 કંડલા પોર્ટ41.6 ભુજ41.4 ડીસા41.3 કેશોદ41.2 નલિયા41.0 ગાંધીનગર40.8 વડોદરા40.6 પોરબંદર40.6 અમદાવાદ40.5 ભાવનગર39.7 સુરત39.6 વેરાવળ39.2 ગત વર્ષે કરા પડ્યા હતા : કઠોળ, શાકભાજીને નુકસાન
ડાંગમાં કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોનાં કઠોળ, શાકભાજી અને ફળફળાદી પાકોને નુકસાન થયું હતું. ગત વર્ષે બરફનાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં કેરી, સ્ટ્રોબેરી સહિતનાં પાકોને નુકસાની પહોંચી હતી. તો આ વખતે વરસાદને પગલે ફરી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે સરકાર સહાય નહીં કરે તો ખેડૂતની મુશ્કેલીમાં વધારો થશે.આમેય અહીં પાણીની અછત છે ત્યાં કમોસમી વરસાદથી વધુ હાલાકી વેઠવી પડે છે. > રમેશ પવાર,ખેડૂત પાક.થી આવતા પવનોને લીધે હીટવેવ
​​​​​​​સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ સીમાને લગતા જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવનોને લઈને ડિસકમ્ફર્ટની પરિસ્થિતિ 6થી 8 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments