ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર પર્ફોર્મ કરી રહ્યો છે. બીજી તરફ તેની પર્સનલ લાઈફના કારણે પણ તે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં ક્રિકેટરનું નામ RJ મહવશ સાથે જોડાઈ રહ્યું છે. બંનેના ફોટો વાઈરલ થયા બાદ અફવાઓને વેગ મળ્યો હતો. હવે RJ મહવશની એક રહસ્યમય પોસ્ટ સામે આવી છે, જેને જોઈ ફેન્સ માની રહ્યા છે કે આ મેસેજ ચહલ માટે છે. ‘વોહી મેરા હસબન્ડ હોગા…’
RJ મહવશ વિશે એવી અફવાઓ છે કે તે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ડેટ કરી રહી છે. તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ ફરી આ ચર્ચાને વેગ મળ્યો છે. વીડિયોમાં મહવશ કહી રહી છે કે-જો કોઈ લડકા મેરી લાઈફ મૈં આયેગા તો વો એક હી હોગા બસ…વહી દોસ્ત હોગા, વહી બેસ્ટ ફ્રેન્ડ હોગા, વહી બોયફ્રેન્ડ હોગા, વહી હસબન્ડ હોગા…. અંતમાં તે કહે છે- મેરા વાલા કાફી હૈ…” તેણે રીલની કેપ્શન આપી છે, ‘બસ એક હી હોગા”. પોસ્ટને ફેન્સે ચહલ અને ધનશ્રી સાથે જોડી રહ્યા છે
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. RJ મહવશનો આ વીડિયો જોયા પછી ફેન્સ તરત જ તેનું કનેક્શન ચહલ અને ધનશ્રી સાથે જોડવા લાગ્યા છે. વીડિયોની કોમેન્ટમાં એક યુઝરે લખ્યું, ‘ચહલ ભાઈ હૈ ના?’ બીજા યુઝરે લખ્યું- ‘સીધા ચહલભાઈ કો બોલો ના યાર.’ તો અન્ય યુઝરે કોમેન્ટ કરીને કહ્યું- ‘યે તાને ધનશ્રી કે લિએ હૈ…’ કેટલાક તો તેને ‘ભાભી 2.0’ પણ કહેવા લાગ્યા છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેમ થયા?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થોડા સમય પહેલાં જ થયા છે. ચહલે તેને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપવા સંમતિ આપી છે. ધનશ્રીનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો રૂમર્ડ રીતે તેની બેવફાઈ તરફ ઈશારો કરે છે. ધનશ્રી અને યુઝવેન્દ્રએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે બંનેએ અલગ થવાનો નિર્ણય કેમ કર્યો, જોકે સિનિયર જર્નલિસ્ટ વિક્કી લાલવાણીના મતે, તેમના છૂટાછેડાનું મુખ્ય કારણ તેના રહેવાના સ્થળ અંગેના મતભેદો હતા. ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા પછી ધનશ્રી અને ચહલ ક્રિકેટરનાં માતાપિતા સાથે હરિયાણામાં રહેવા ગયાં, જોકે થોડા દિવસોમાં ધનશ્રીએ મુંબઈમાં સેટલ થવાની ઇચ્છા વ્યક્ત કરી, જે ચહલને ગમ્યું નહીં. આ પછી બંને એ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ઝલક દિખલા જા-11 શોમાં લવસ્ટોરી સંભળાવી હતી
ઝલક દિખલા જા-11ના એક એપિસોડ દરમિયાન ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથેની પોતાની પ્રેમકથા વિશે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ચહલે ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો. આ પછી ધનશ્રી તેને ડાન્સ શીખવવા માટે સંમત થઈ ગઈ. બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. ધનશ્રીએ 2023માં ચહલનું નામ હટાવી દીધું હતું
2023માં ધનશ્રીએ ચહલનું નામ હટાવી દીધું હતું. 2023માં યુઝવેન્દ્ર ચહલે તેના સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે એક નવું જીવન આવી રહ્યું છે. આ પછી એક્ટ્રેસ ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ યુઝર નામમાંથી ચહલ અટક દૂર કરી દીધી. આ પછી તેમના છૂટાછેડાની અફવાઓ તેજ થઈ ગઈ. જોકે બાદમાં ક્રિકેટરે છૂટાછેડાના અહેવાલોને અફવા ગણાવી. યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાની બહાર છે
યુઝવેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. તે 2024માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે ભારત માટે છેલ્લી વન-ડે જાન્યુઆરી 2023માં રમી હતી, જ્યારે તેની છેલ્લી T20 ઓગસ્ટ 2023માં રમી હતી. આ પછી પણ IPL 2025ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.