back to top
Homeગુજરાતસુરતના સાજુ કોઠારીનો સાગરિત ઝડપાયો:છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ગુલામ હુસેન ભોજાણીને મુંબઈ...

સુરતના સાજુ કોઠારીનો સાગરિત ઝડપાયો:છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ગુલામ હુસેન ભોજાણીને મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવાયો, સાજુ સામે ફરિયાદ નોંધાતા ઈરાન ભાગી ગયો હતો

સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી ગેંગના એક મહત્ત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી સ્પાઈસજેટ ફ્લાઈટ મારફતે આવતા જ દબોચી લેવાયો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. ગુજસીટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા, ગુલામ હુસેન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો. ત્યાંથી તે અલગ-અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો. સુરત ક્રાઈમબ્રાંચ 3 વર્ષથી શોધખોળ કરતી હતી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી ગુલામ હુસેન ભોજાણી પર નજર રાખી રહી હતી. જે દરમિયાન માહિતી મળી કે આરોપી દુબઈથી સ્પાઈસજેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે. જેના આધારે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી ભોજાણીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના દક્ષિણ વિસ્તારમાં દાદાગીરી ચાલાવતી ગેંગ
નાનપુરા સ્થિત જમરૂખ ગલીનો કુખ્યાત મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી અને તેની ગેંગ શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રીઅલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. અઠવા પોલીસ સ્ટેશનમાં 2022માં સાજુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી. વર્ષ 2018માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી હતી.ઉમરા પોલીસ સ્ટેશનમાં 2018માં એક વેપારી દિન દયાળ કનૈયાલાલ બજા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ભોજાણી અને તેના દીકરાએ ઊંચા વ્યાજે નાણા આપ્યા અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.માનસિક ત્રાસને લીધે દિન દયાળે આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. 2022માં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપી ચેક લેવાના કેસમાં ભોજાણી સામે ગુનો નોંધાયો હતો. 2022માં રિઅલ એસ્ટેટ ઠગાઈ – 3.25 કરોડની છેતરપિંડી
અમિષા કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.40 ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી.રીવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસના કડક એક્શન બાદ ગેંગ પર તોડ પાડવામાં આવી
2023માં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારીની ધરપકડ, 2024માં ફારુક મોલાના ઇસ્માઇલ નાકવાની ઝડપાયો, અને હવે ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીની ધરપકડ થતાં ગેંગનું નેટવર્ક તૂટી ગયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાનું નિવેદન
“આરોપી ભોજાણી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી હતી. હવે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગના બાકીના સાગરીતો પર પણ અમે ખાસ નજર રાખી રહ્યા છીએ.” મહત્વપૂર્ણ છે કે ગુલામ હુસેન ભોજાણી સાજુ કોઠારી ગેંગનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો. હવે ગેંગની હક્કીની પકડમાં આવેલા મુખ્ય ઈસમો પકડાઈ ગયા હોવાથી, સુરત શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ સામે મોટું કડક પગલું ભરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments