સુરતમાં ચૈત્રી નવરાત્રિમાં કોસમાડા પાટિયા ખાતે યોજાઈ રહેલા ગરબામાં પાંચમાં દિવસે હરિઓમ ગઢવીએ પરફોર્મ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. હરિઓમ ગઢવીના સુરત શહેરની શેરીઓમાં હા હો હા હો… ગરબા પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. હરિઓમ ગઢવીએ મહાદેવનું હાલરડું ગાતા ભક્તિમય માહોલ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આજે ઓસમાણ મીર પરફોર્મ કરશે અને ત્યાર બાદના દિવસોમાં ગીતા રબારી, ઐશ્વરીયા મજુમદાર, સહિતના કલાકારો પરફોર્મ કરશે. આયોજન દરમિયાન સે નો ટુ ડ્રગ્સ, વ્યસન છોડો, વૃક્ષ વાવો જેવા મેસેજ અપાઈ રહ્યા છે.