મનપાના પદાધિકારીઓની સરકારી કારમાં સાયરન ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યાનો દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ પોલ છતી થઇ છે. જોકે હજુ મનપાના પદાધિકારીઓ સરકારી કારમાંથી સાયરન ઉતારવા તૈયાર થયું નથી ત્યારે મેયર ગોળ-ગોળ જવાબ આપતા કહ્યું હતું કે, કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો સાયરન ઉતારી નાખીશું પણ કયારે ઉતારીશું તે નહીં કહી શકું. તેના માટે મિટિંગ બોલાવીશું. તેનો મતલબ એવો થાય કે કાયદાનું ઉલ્લંઘન કર્યાની કબુલાત બાદ પણ હજુ નિયમભંગ ચાલુ રહેશે. મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, બધા પદાધિકારીઓની ગાડીમાં વર્ષોથી સાયરન છે. અમને પણ ગાડી આપી ત્યારે તેમાં સાયરન હતું. કાયદા વિરુધ્ધ નહીં થવા દઇએ, સાયરન કયારે ઉતારીશું તે નહીં કહી શકું, તમને ખબર પડી જશે. મેયરે મને નિયમો જોવા કહ્યું છે મેયરે મને બોલાવ્યો હતો અને આરટીઓના નિયમો તથા બધું જોઇ લેવા કહ્યું હતું. આરટીઓના નિયમ મુજબ જો સાયરન લગાડવાની પદાધિકારીઓને છૂટ નહીં હોય તો તે દૂર કરી કાયદાનું પાલન કરવામાં આવશે. – અમિત દવે, ચીફ ફાયર ઓફિસર, મનપા નયનાબેન પેઢડિયાના આ જવાબથી પદાધિકારીઓ હજુ પણ કાયદાનું પાલન કરવા તૈયાર ન હોવાનું ઉપસતું ચિત્ર ભાસ્કર : પદાધિકારીઓએ કારમાં જે સાયરન લગાવ્યા છે આરટીઓ કહે છે તે નિયમ વિરુધ્ધના છે, ઇમરજન્સી વાહનો સિવાય તે લગાડી શકાય નહીં તે બાબતે શું કહેશો મેયર : ઘણાં વર્ષોથી મેયર અને અન્ય પદાધિકારીઓની ગાડીમાં સાયરન છે, અમને જ્યારે પદાધિકારી તરીકે સેવાનો મોકો દીધો ત્યારથી અમારી ગાડીમાં છે. ભાસ્કર: પણ કાયદામાં સાયરન લગાડી શકવાનો નિયમ જ નથી? મેયર : અમે સાયરન મારતા જ નથી. વર્ષોથી ગાડીમાં સાયરન છે. ભાસ્કર: ભૂતકાળમાં ભૂલ થઇ હોય અથવા કાયદાનો ભંગ થયો હોય તો તે ચાલુ રાખી શકાય મેયર: નિર્ણય જેમ થશે તેમ કરીશું, સર્વની ગાડીમાં જે છે તેમાં જેમ થશે તે પ્રમાણે કરીશું ભાસ્કર: નિયમ એમ જ છે કે, સાયરન ન લગાડી શકાય. કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટર વ્હિકલ્સ એક્ટમાં ના જ પાડે છે કે સાયરન ન લગાડી શકાય, તે કાયદાનું પાલન કરીશું? મેયર : કાયદાનું ઉલ્લંઘન આપણે નહીં થવા દઇએ, છૂટ ન હોય તો આપણે દૂર કરવાના ભાસ્કર: કયારે દૂર કરીશું? મેયર: તમને ખબર પડી જશે ભાસ્કર: કેટલા સમયમાં દૂર કરીશું ? મેયર: તમને ખબર પડી જશે. મારી એકની ગાડી પર નથી ને, બધાની ગાડી પર છે, બધાનો નિર્ણય સર્વ સામાન્ય નિર્ણય લેવાશે. ભાસ્કર: આ નિર્ણય કોણ લેશે? મેયર:અમે વિચારીને નિર્ણય કરીશું, અમારે વિચારવાનું જ નથી, દૂર જ કરવાનું છે ભાસ્કર: આપ શહેરના પ્રથમ નાગરિક છો, મેયર છો તો કેટલા સમયમાં નિર્ણય લેવાશે તે જણાવો મેયર:બધાની ગાડીમાં એકસાથે દૂર થશે, અમારે પોતાને નિર્ણય કરવાનો છે અને 100 ટકા કાયદાનું પાલન કરવામાં આવશે. સમય હું કેવી રીતે આપી શકું ભાસ્કર: પાર્ટીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન થતો હોય તો જણાવો મેયર: ના એવું નથી. હું મારી ગાડીમાં સાયરન વાપરતી નથી. આરટીઓના આંખ આડા કાન પદાધિકારીઓએ નિયમ વિરુધ્ધ કારમાં સાયરન રાખ્યાનું સ્પષ્ટ થયાના બે માસ બાદ પણ આરટીઓના અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી નથી. ખાનગી વાહનચાલકો, બસ સંચાલકોને દંડ કરવા છાશવારે ડ્રાઇવ યોજતા આરટીઓના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ સાથે વિવાદમાં ન પડવા આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નયનાબેન પેઢડિયા, મેયર