આગ્રામાં TCSના મેનેજર માનવ શર્માના આત્મહત્યા કેસમાં, આરોપી તેની પત્ની નિકિતાની 40 દિવસ પછી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નિકિતા અને તેના પિતા નિપેન્દ્ર શર્માની અમદાવાદથી ધરપકડ કરી છે. શનિવારે બપોરે પોલીસ તેને લઈને આગ્રા પહોંચી હતી. 24 ફેબ્રુઆરીના રોજ, TCS ભરતી મેનેજર માનવે એક વીડિયો બનાવીને આત્મહત્યા કરી હતી, પરંતુ આ વીડિયો 28 ફેબ્રુઆરીએ બહાર આવ્યો હતો. આ પછી, પત્ની નિકિતા ફરાર હતી. આગ્રા પોલીસ તેની શોધમાં દરોડા પાડી રહી હતી. નિકિતાના પિતાએ ધરપકડના ડરથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી. 20 માર્ચે, આગ્રા કોર્ટે નિકિતા અને તેના પિતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ પછી, પોલીસે બંને પર 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આવો, સમગ્ર મામલો ક્રમિક રીતે જાણીએ.. સદર વિસ્તારના ડિફેન્સ કોલોનીનો રહેવાસી માનવ શર્મા મુંબઈમાં TCSમાં ભરતી મેનેજર તરીકે કામ કરતો હતો. તેની બહેન આકાંક્ષા તેના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. પિતા નરેન્દ્ર શર્મા વાયુસેનામાંથી નિવૃત્ત છે. ઘટનાના દિવસે, માનવની માતા તેની પુત્રીને મળવા દિલ્હી ગઈ હતી, જ્યારે તેના પિતા ઘરે હતા. માનવના પિતાના જણાવ્યા મુજબ, ‘તેમના પુત્રના લગ્ન 30 જાન્યુઆરી, 2024 ના રોજ આગ્રાના બરહાનમાં નિકિતા સાથે થયા હતા.’ આ પછી પુત્રવધૂ પણ તેના દીકરા પાસે મુંબઈ ગઈ. થોડા દિવસો બધું બરાબર ચાલ્યું, પણ તે પછી પુત્રવધૂ દરરોજ ઝઘડવા લાગી. તેણે પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાનું શરૂ કર્યું. પુત્રવધૂએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની વાત કરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ પુત્રવધૂ અને પુત્ર મુંબઈથી ઘરે આવ્યા. તે જ દિવસે, માનવ તેની પત્નીને મુકવા માટે તેના સાસરિયાના ઘરે ગયો હતો. ત્યાં માનવને તેના સાસરિયાઓ દ્વારા ધમકી આપવામાં આવી. બીજા દિવસે સવારે 5 વાગ્યે (24 ફેબ્રુઆરી), દીકરાએ ઘરમાં ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. વીડિયોમાં TCS મેનેજરે શું કહ્યું તે વાંચો. માનવ શર્માનો વીડિયો 27 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. આમાં તે કહી રહ્યો હતો- માફ કરશો મમ્મી-પપ્પા. હું મારી પત્નીથી કંટાળી ગયો છું. કૃપા કરીને કોઈ તો પુરુષો વિશે વાત કરો, તેઓ ખૂબ જ એકલા પડી જાય છે. અક્કુ (બહેન આકાંક્ષા) માફ કરજે. મારા ગયા પછી બધું ઠીક થઈ જશે. એવો કોઈ વ્યક્તિ બચશે નહીં જેના પર તમે દોષ મૂકી શકો.માનવે કહ્યું- મેં પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હું આજે ફરીથી કરી રહ્યો છું. ઠીક છે, હું હવે જાઉં છું. મને કોઈ કાયદો અને વ્યવસ્થાની ચિંતા નથી. હું મારી વાત જણાવી દઉ છું. મારી વાઇફનું કોઈ સાથે અફેર છે. કોઈ વાંધો નહિ. આ પછી માનવ રડવા લાગે છે. છેલ્લી ઘડીએ હસે છે. પછી કહે છે- કરવું હોય તો યોગ્ય રીતે કરો. પોતાનાં આંસુ લૂછતાં તે કહે છે, ડોન્ટ ટચ માય પેરેન્ટ્સ નિકિતાએ કહ્યું- દારૂ પીધા પછી તે મને મારતો હતો માનવ શર્માનો વીડિયો સામે આવ્યા બાદ, નિકિતા શર્માએ કહ્યું- માનવે ત્રણ વાર ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર મેં પોતે જ તેનો ફાંસો કાપીને બચાવ્યો હતો. તેને બચાવ્યા પછી, હું તેને આગ્રા લઈ આવી. તે મને ખુશીથી ઘરે છોડી ગયો. એવું કહેવું ખોટું છે કે કોઈ પુરુષોનું સાંભળતું નથી. તે મને મારતો હતો. તે ડ્રિન્ક પણ કરતો હતો. મેં આ વાત તેનાં માતાપિતાને કહી, પણ તેમણે કહ્યું – તમે બંને પતિ-પત્નીએ એકબીજાને સમજવા જોઈએ, કોઈ ત્રીજો વ્યક્તિ આવશે નહીં. મેં તેની બહેનને તેના મૃત્યુના દિવસે કહ્યું, પણ તેણે અવગણ્યું. જે દિવસે માનવનો મૃતદેહ આવ્યો, હું તેના ઘરે ગઈ, પણ બે દિવસ પછી મને ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવી. પત્ની નિકિતા 28 ફેબ્રુઆરીથી ફરાર હતી 27 ફેબ્રુઆરીએ માનવ શર્માની આત્મહત્યા પછી, તેના પિતા ફરિયાદ નોંધાવવા માટે સદર પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાંના પોલીસકર્મીઓએ કેસ નોંધવાનો ઇનકાર કર્યો. કહેવામાં આવ્યું – અધિકારી મહાશિવરાત્રી માટેની ડ્યુટી પર છે. આ પછી તેમણે સીએમ પોર્ટલ પર ફરિયાદ પત્ર લખ્યો. આ પછી, પોલીસે નિકિતા, તેના માતાપિતા અને બે બહેનો વિરુદ્ધ FIR નોંધી. 28 ફેબ્રુઆરીએ જ્યારે પોલીસ નિકિતાની પૂછપરછ કરવા પહોંચી ત્યારે ઘર તાળું મારેલું હતું. ત્યારથી પોલીસ નિકિતા શર્માને શોધી રહી હતી. 6 માર્ચે નિકિતાના પિતાએ ધરપકડના ડરથી હાઇકોર્ટમાં અરજી કરી. કહ્યું- ‘મારી દીકરી અને મારો પરિવાર બરહાન ગામમાં હતા.’ માનવની આત્મહત્યા માટે અમે લોકો જવાબદાર નથી. તેમની અરજી પર પહેલી વાર 12 માર્ચે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે નિકિતાના પિતાની અરજી ફગાવી દીધી હતી. નિકિતાની માતા અને બહેન જેલમાં છે 13 માર્ચે નિકિતાની માતા અને બહેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેમને જેલમાં મોકલી દીધા. 20 માર્ચે, આગ્રા કોર્ટે નિકિતા અને તેના પિતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું. આ પછી, આગ્રા પોલીસે બંને પર 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. એસીપી વિનાયક ભોંસલેએ જણાવ્યું હતું કે પોલીસ નિકિતા અને નૃપેન્દ્રની શોધમાં સતત દરોડા પાડી રહી છે. બંનેની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તેમને આગ્રા લાવવામાં આવ્યા છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો… આગ્રામાં અતુલ સુભાષ જેવો કિસ્સો:TCSના IT મેનેજરની આત્મહત્યા, વીડિયોમાં યુવકે કહ્યું- પત્નીની હેરાનગતિથી કંટાળી ગયો છું; પત્નીએ આરોપોને ફગાવ્યા આગ્રામાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા જેવો જ એક મામલો સામે આવ્યો છે. આગ્રામાં IT કંપનીના એક મેનેજરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. TCS મેનેજરે પોતાની પત્નીથી નારાજ થઈને વીડિયો બનાવીને આત્મહત્યા કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો