ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. આ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે રમાશે. દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, જેમાંથી ટીમે ફક્ત એક જ મેચ જીતી છે અને બે મેચ હારી છે. તે જ સમયે, દિવસની બીજી મેચમાં, પંજાબ કિંગ્સ (PBKS) રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. પહેલી મેચનો પ્રીવ્યૂ મેચ ડિટેઇલ્સ, 17મી મેચ
CSK Vs DC
તારીખ: 5 એપ્રિલ
સ્ટેડિયમ: એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક), ચેન્નઈ
સમય: ટૉસ – બપોરે 3:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 3:30 વાગ્યે દિલ્હી સામે ચેન્નઈ આગળ
હેડ ટુ હેડ મેચમાં ચેન્નઈનો હાથ ઉપર છે. IPLમાં ચેન્નઈ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે, જેમાંથી CSKએ 19 મેચ જીતી છે, જ્યારે દિલ્હી 11 વખત જીત્યું છે. IPL 2024માં દિલ્હી અને ચેન્નઈ વચ્ચે એક મેચ રમાઈ હતી, જેમાં DC 20 રનથી જીત્યું હતું. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈની ટીમ ફક્ત 171 રન જ બનાવી શકી. ગાયકવાડ CSKનો ટૉપ સ્કોરર
CSKનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 3 મેચમાં કુલ 116 રન બનાવ્યા છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી તેની છેલ્લી મેચમાં, તેણે 44 બોલમાં 63 રનની અડધી સદી ફટકારી હતી. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેમના પછી, બીજા સ્થાને, રચિન રવીન્દ્રએ ટીમ માટે 3 મેચમાં કુલ 106 રન બનાવ્યા છે. તેણે ટુર્નામેન્ટની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, બોલર નૂર અહેમદ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 3 મેચમાં 9 વિકેટ લીધી છે. તેણે MI સામે 18 રન આપીને 4 વિકેટ લીધી. તેમના પછી, ખલીલ અહેમદે પણ 3 મેચમાં 6 વિકેટ લીધી છે. મુંબઈ સામે, તેણે 29 રન આપીને 3 વિકેટ લીધી. DC બોલર મિચેલ સ્ટાર્ક ફોર્મમાં
દિલ્હી કેપિટલ્સ ટીમ આ સીઝનમાં અત્યાર સુધી અપરાજિત રહી છે. ટીમે તેની બંને શરૂઆતની મેચ જીતી લીધી છે. દિલ્હીના બોલર મિચેલ સ્ટાર્ક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2 મેચમાં 8 વિકેટ લીધી. પોતાની છેલ્લી મેચમાં તેણે માત્ર 3.4 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. તેના પછી કુલદીપ યાદવે 2 મેચમાં 5 વિકેટ લીધી છે. બીજી તરફ, બેટર્સમાં, ફાફ ડુ પ્લેસિસે ટીમ માટે સૌથી વધુ 79 રન બનાવ્યા છે. તેણે હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં 27 બોલમાં 50 રનની અડધી સદી ફટકારી હતી. તે મેચમાં તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પિચ રિપોર્ટ
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ પર સ્પિનરોને ફાયદો મળે છે. અહીં બેટિંગ થોડી મુશ્કેલ છે. અત્યાર સુધીમાં અહીં 87 IPL મેચ રમાઈ ચૂકી છે. 50 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 37 મેચાં ચેઝ કરતી ટીમે જીતી હતી. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 246/5 છે, જે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે યજમાન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે બનાવ્યો હતો. વેધર અપડેટ
આજે ચેન્નઈમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો પડશે અને ક્યારેક ક્યારેક વાદળછાયા વાતાવરણ રહેશે. વરસાદની શક્યતા 23% છે. તાપમાન 26 થી 34 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, સેમ કુરાન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથિશ પથિરાના, ખલીલ અહેમદ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર-મેગર્ક, કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.