કેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે સવારે જણાવ્યું હતું કે ઓટ્ટાવા નજીક કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં એક ભારતીય નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો હતો. છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઓટાવા નજીકના રોકલેન્ડમાં છરીથી હુમલા બાદ ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે અમે સ્થાનિક સમુદાયના સંગઠન દ્વારા સંપર્કમાં છીએ. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં આજે સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી કે શું આ એ જ ઘટના છે જેનો ભારતીય દૂતાવાસે તેની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસ તપાસ કરી રહી છે ભારતીયની હત્યાની ઘટના બાદ વિસ્તારમાં તણાવભર્યુ વાતાવરણ છે, દરેક જગ્યાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસની દરમિયાનગીરી બાદ પોલીસ વધુ સખ્ત બની છે. આથી હુમલાખોરે યુવાનને શા માટે ટાર્ગેટ બનાવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ભલે ભૂતકાળની કોઈ દુશ્મની હોય કે બીજું કંઈક. પોલીસની ટીમ દરેક એંગલથી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. કેનેડામાં ભારતીયો પર હુમલા વધ્યા હાલમાં, કેનેડાના ઓન્ટારિયોમાં ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પીડિતા સાથે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે લેમ્બટન કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ગુરાસીસ સિંહની છરીની ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ રિપોર્ટ અનુસાર બંને એક જ રૂમમાં રહેતા હતા અને તેમની વચ્ચે કિચનને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદ એટલો વધી ગયો કે આરોપી હન્ટરએ ગુરાસીસ પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં ગુરાસીસ સિંહનું મોત થયું હતું.