back to top
Homeગુજરાતકોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં કોંગ્રેસના બે નેતા બાખડ્યા:પ્રદેશ પ્રમુખની ઓફિસમાં પૂર્વ ધારાસભ્ય...

કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં કોંગ્રેસના બે નેતા બાખડ્યા:પ્રદેશ પ્રમુખની ઓફિસમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂર્વ MLA ભરત મકવાણાને ગાળો ભાંડી કોલર પકડ્યો

8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનો અધિવેશન યોજવાનું છે. અધિવેશનને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકો ચાલી રહી છે. ગઈકાલે સાંજે એક બેઠક દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અમદાવાદ પશ્ચિમ સીટ પરથી લોકસભા-2024 લડેલા ભરત મકવાણા વચ્ચે પૈસાની લેતાદેતી મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણાને ગાળો આપી હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બન્ને સિનિયર નેતાઓને ઝઘડતા જોઇને હાજર રહેલા નેતાઓએ બંનેને છોડાવ્યા હતા. આ બનાવ દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પણ હાજર હતા. અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં અચાનક ઝઘડો શરૂ થયો
કોંગ્રેસ કાર્યાલયમાં ગઈકાલે સાંજે અધિવેશનને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં કેટલાક નેતાઓની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ શેખ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી, ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા હાજર હતાં. આ બેઠક દરમિયાન અચાનક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા વચ્ચે ઝગડો થયો હતો. ભરત મકવાણાએ સામે જવાબો આપતો ગ્યાસુદ્દીને કોલર પકડ્યો
પૈસાની બાબતમાં ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત ઉગ્ર થતાં પ્રદેશ પ્રમુખની ઓફિસ જ બંને નેતા ઝઘડ્યા હતા. આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં ગ્યાસુદ્દીન શેખે તમામ નેતાઓની સામે ભરત મકવાણાને ગંદી ગાળો આપી હતી. ભરત મકવાણાએ પણ સામે જવાબ આપતાં ગ્યાસુદ્દીન શેખ વધુ ઉગ્ર થયા હતા અને તેમણે ભારત મકવાણાનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન અન્ય નેતાઓએ બંનેને છૂટા કરાવ્યા હતા. લોકસભા ચૂંટણીના પૈસાના હિસાબને લઈ ઝઘડો થયો
લોકસભાની ચૂંટણી દરમિયાન ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા વચ્ચે પૈસા બાબતની વાતચીત થઈ હતી, જોકે ચૂંટણી પૂરી થઈ છતાં હજુ પૈસાનો હિસાબ થયો નહોતો. એ મુદ્દે ગ્યાસુદ્દીન શેખે ગઈકાલે ચાલુ બેઠકમાં જ પૈસા માટે વાતચીત કરી. વાતચીત ઉગ્ર થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. હા, અમારી વચ્ચે ઝઘડો થયો હતો: ભરત મકવાણા
ભરત મકવાણાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હા, ગઈકાલે અમારે ઝઘડો થયો હતો, પરંતુ વધુ વિગત નહીં આપી શકું. કોણ છે ભરત મકવાણા?
ભરત મકવાણા સોજીત્રાના પૂર્વ ધારાસભ્ય શાંતાબેન મકાવાણાના દીકરા છે. તેમના પિતા યોગેન્દ્ર મકાવણા રાજ્યસભા સાંસદ હતા, ઈન્દિરા અને રાજીવ ગાંધી બંનેની સરકારમાં મંત્રી રહ્યા હતા. 9 નવેમ્બર, 1964ના રોજ અમદાવાદમાં જન્મેલા ભરત મકવાણાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમ, એલએલબીનો અભ્યાસ કર્યો છે અને એક્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2024ની લોકસભા ચૂંટણી સમયે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભરત મકવાણાએ તેમની રાજકીય કરિયર અંગે વાતો કરી હતી. માતા-પિતા ના પાડતાં હતાં અને અમરસિંહે ચૂંટણી લડાવી
ભરત મકવાણા પહેલી ચૂંટણી લડ્યા એ ઘટના પણ આશ્ચર્યજનક છે. તેમણે જણાવ્યું, 1987માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખંભાત તાલુકાના શક્કરપુર વિસ્તારમાંથી મને અમરસિંહે ચૂંટણી લડાવી હતી. જોકે એ સમયે મારાં પિતા અને માતા એવું માનતાં હતાં કે હજુ તારે અનુભવ લેવો જોઈએ. આ રીતે એકાએક રાજકારણમાં ન આવવું જોઈએ, પણ અમરસિંહે મારા પિતાની ઉપરવટ જઈને કહ્યું, યુવાનો નહીં આવે તો કોણ આવશે? આ રીતે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. ‘હું નમાઝ પઢતો હોઉં એવો મોર્ફ કરેલા ફોટા ફરતા થયા હતા’
સોજીત્રા વિધાનસભા બેઠકથી હું 1998માં વિધાનસભાની ચૂંટણી જીત્યો હતો. બીજી ટર્મમાં ફરી ટિકિટ આપી, પણ હું હારી ગયો હતો. તેમણે દાવો કર્યો કે હિન્દુત્વના મુદ્દાના કારણે 2002માં મારી હાર થઈ હતી. એ સમયે ખૂબ દુ:ખદ વાતાવરણ થઈ ગયું હતું. મારા મતવિસ્તારમાંથી 6 બહેન સાબરમતી એક્સપ્રેસમાં હતી. તેમનાં મૃત્યુ થયાં હતાં. મને ખૂબ દુ:ખ થયું હતું કે ભગવાનનાં દર્શને ગયા અને આવું થયું, પણ ભાજપે આ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. તેમણે મારા મોર્ફ કરેલા ફોટો અને પત્રિકાઓ ફરતી કરી, જેમાં વચ્ચે હું ઊભો હતો, ડાબી બાજુ શંકરસિંહ વાઘેલા અને જમણી બાજુ અમરસિંહ ચૌધરી હતા. અમને ત્રણેયને નમાઝ પઢતા બતાવાયા હતા. આ ઉપરાંત બીજા પણ ખોટા આક્ષેપ કર્યા હતા. એટલે હું હારી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments