back to top
Homeગુજરાતગરમીને લઈ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન:વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ...

ગરમીને લઈ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન:વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવો

રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે. રાજ્યની તમામ સ્કૂલોમાં આ ગાઇડલાઇનનું પાલન કરાવવાનું રહેશે. રાજ્યની તમામ સ્કૂલોએ ગાઈડલાઈનનો અમલ કરવો પડશે
પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષણ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં ગુજરાત એક્શન પ્લાન 2025 મુજબ હીટવેવને સાઇલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવશે. જેના તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેની અસરો અને તેનાથી બચવાના વિશે સમજણ આપવી. ઉનાળા દરમિયાન કોઈ પણ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં .ગરમીની સિઝનમાં સ્કૂલના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવે. સ્કૂલોનો સમય 7.30થી 12.00 કરવાની માગ કરાઈ હતી
તમામ નિયમોનું તમામ સ્કૂલોએ પાલન કરવાનું રહેશે. ગરમીને લઈને થોડા સમય અગાઉ બપોરની સ્કૂલના સમયને સવારની પાળી સાથે ચલાવવા માટે માંગ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી સ્કૂલો સવારે 7:30થી બપોરે 12:00 વાગ્યા સુધી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments