ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં આજે બપોરે 1:33 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું. આ ભૂકંપનો આંચકો તાલાલા વિસ્તારના ધાવા, સુરવાવ, બોરવાવ, જાંબુર, માધુપુર અને આકોલવાડી સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો. જો કે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી. ભૂકંપના આંચકાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.