back to top
Homeગુજરાતદ્વારકામાં અનંત અંબાણીનું આવતીકાલે થશે આગમન:અનંત અંબાણી સવારે દ્વારકા પહોંચશે, દ્વારકાધીશના દર્શન...

દ્વારકામાં અનંત અંબાણીનું આવતીકાલે થશે આગમન:અનંત અંબાણી સવારે દ્વારકા પહોંચશે, દ્વારકાધીશના દર્શન કરીને શહેરભરમાં મીઠાઈનું વિતરણ કરશે

રિલાયન્સ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણી આવતીકાલે સવારે દ્વારકા પહોંચશે. તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવશે. દ્વારકામાં આવતીકાલે તારીખ 6 એપ્રિલના સવારે રિલાયન્સ ગૃપના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારકા પહોંચશે. તેની તૈયારીઓના ભાગપરૂપે આજે 5 એપ્રિલના દ્વારકા શારદાપીઠના બ્રહ્મચારી શ્રીનારાયણનંદજીના નેતૃત્વમાં વિવિધ સંસ્થાઓએ અનંત અંબાણીના સ્વાગતની તૈયારીઓ માટે મિંટિંગનું આયોજન કર્યું હતું. સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ શહેરભરમાં મીઠાઈનું વિતરણ કરશે. અનંત અંબાણીએ રિલાયન્સ ખાવડી થી દ્વારકા સુધીની પદયાત્રા તારીખ 30 માર્ચ 2025 ના રોજ શરૂ કરી હતી. જે પદયાત્રા તારીખ 6 એપ્રિલ 2025 ના રોજ સવારે દ્વારકાધીશજીની મંગળા આરતી સમયે દ્વારકા પહોંચી પૂર્ણ થનાર છે. અનંત અંબાણીના તારીખ 6 એપ્રિલના સવારે 6.00 વાગ્યાની આસપાસ દ્વારકા નગરમાં પદયાત્રા સાથે ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર તરફ નગરમાં પ્રયાણ કરશે. આ તકે વહેલી સવારે તેમનું આ પદયાત્રા સભારંભમાં દેશની જાણીતી સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે. અનંત અંબાણી પ્રથમ વખત દ્વારકાધીશ જગત મંદિર પરિસર નજીક આવેલા ગોમતી ઘાટના પવિત્ર જળના ચરણસ્પર્શ કરી અને દેહસુધ્ધી કર્યા બાદ માતા ગોમતીજીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. જગત મંદિર પરિસરમાં પ્રવેશ સાથે જ ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપર પણ ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દ્વારકા નગરના જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ અનંત અંબાણીનું સ્વાગત સન્માન કરશે. આ પદયાત્રા અંતર્ગત દ્વારકા શારદાપીઠના બ્રહ્મચારી શ્રીનારાયણનંદજીના અધ્યક્ષ સ્થાને રિલાયન્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેપારી મંડળ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અનંત અંબાણીનું પદયાત્રા પૂર્ણાહુતિ પ્રસંગે ઉમેકળાભેર સ્વાગત સન્માન કરવાનું નક્કી કરાયું હતું. નોંધનીય છે કે અનંત અંબાણી દ્વારકાધીશ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. વારંવાર દ્વારકાધીશજીના દર્શન કરવા આવે છે. તારીખ 6 એપ્રિલના અનંત અંબાણીનો તિથિ મુજબ તથા તા. 9 મીના રામનવમીના શુભદિને જન્મદિવસ હોય અને તે જ દિવસે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા હોય, જેથી સનાતન ધર્મના આ યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા બાદ દ્વારકાધીશજીની ચરણ પાદુકાનું પૂજન કરશે. અને શારદાપીઠ પરિસરમાં શંકરાચાર્ય શ્રીસ્વરુપાનંદ સરસ્વતીજીની ગાદી ઉપર મસ્તક ઝુકાવી, ત્યારબાદ દ્વારકાધીશજીની ધજાજીનું પૂજન પણ કરી દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ કરશે.
દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી પરિવાર અને ગૂગળી બ્રાહ્મણ અનંત અંબાણીને શાસ્ત્રો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ આપશે. ખાસ કરીને તારીખ 6 એપ્રિલના દિને સમગ્ર દ્વારકા નગરના ઘરો ઘર અનંત અંબાણી પરિવાર તરફથી જન્મદિવસ નિમિત્તે પ્રસાદનું (મીઠાઈ) વિતરણ પણ કરવામાં આવનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments