સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા પૌરાણિક અંબાજી રોડ પાસે સ્થિત મહાકાળી માતાનું મંદિર સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધાનું વિશિષ્ટ કેન્દ્ર છે. આ મંદિર પોતાના વિશિષ્ટતાથી આખા વિશ્વમાં ઓળખાય છે. 300 વર્ષથી પણ વધુ પુરાતન ઇતિહાસ
આ મંદિરનો ઈતિહાસ અતિપ્રાચીન છે. વિક્રમ સંવત 1771ના સમયગાળામાં માતાજીના પરમ ભક્ત આત્મારામ ભટ્ટે તેમના સ્વપ્નમાં દર્શન આપેલા સ્વરૂપ પ્રમાણે માતાજીની 18 ભુજાવાળી મૂર્તિ અહીં સ્થાપિત કરી હતી. આશરે 310 વર્ષથી અહીં માતાજી ભક્તો પર કૃપા વરસાવી રહી છે. વિશ્વમાં અનોખું સ્વરૂપ
આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં કાળી માતાજીની મૂર્તિ સામાન્ય 4 કે 6 કે 8 ભુજાવાળી નથી, પરંતુ આખા વિશ્વમાં દુર્લભ એવા 18 ભુજાવાળા સ્વરૂપે છે. સાથે જ માતાજીના કાન પાસે બે નાગની છબી પણ છે, જે સ્વરૂપ પણ અત્યંત દુર્લભ ગણાય છે. રૌદ્ર સ્વરૂપના વર્ષમાં ચાર દિવસ દર્શન
મંદિરમાં દરરોજ માતાજીનું સૌમ્ય સ્વરૂપ જોવા મળે છે, પરંતુ વર્ષમાં ફક્ત ચાર વખત આસો આઠમ, ચૈત્ર આઠમ, સાલગીરી અને નવા વર્ષની ઉજવણી વખતે માતાજીનું રૌદ્ર સ્વરૂપ શણગારવામાં આવે છે અને ભક્તો માટે વિશેષ દર્શન થતું હોય છે. ખાસ કરીને કાળી ચૌદસના દિવસે માતાજીને ખાસ રૌદ્ર સ્વરૂપમાં શણગારવામાં આવે છે. આ દિવસ ભક્તો માટે અતિશય મહત્વનો છે. ગૌતમ ગોત્રના શકરામ્બીકા માતાજીની પ્રતિમા
આ મંદિરમાં મહાકાળી માતાજી સાથે ગૌતમ ગોત્રના શકરામ્બીકા માતાજીની પ્રતિમા પણ સ્થાપિત છે. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ગૌતમ ગોત્રના લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે. નરસિંહ ભગવાનની દુર્લભ પ્રતિમા
મંદિરની વધુ એક ખાસિયત એ છે કે અહીં નરસિંહ ભગવાનની મૂર્તિ પણ દર્શનાર્થીઓ માટે છે, જે પણ દુર્લભ ગણાય છે. 8મી પેઢીથી ચાલતી પૂજારી સેવા
હાલમાં મંદિરમાં ભાવિક જોશી 8મી પેઢી તરીકે પૂજારી સેવા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, માતાજીના દર્શન સાથે લોકોની મનોકામના પૂરી થાય છે. અહીં આવતા ભક્તો માતાજીની કૃપાથી મનેચાહા ફળ પ્રાપ્ત કરે છે. લોકવિશ્વાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર
આ મંદિર માત્ર સુરતનું નહીં, પણ સમગ્ર ગુજરાત અને ભારતના ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. વર્ષોથી અહીં આવતા ભક્તોનો વિશ્વાસ છે કે મહાકાળી માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.