back to top
Homeગુજરાતહર્ષ સંઘવીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું:ચૈત્રી નવરાત્રિના આઠમાં નોરતે રાજ્યની શાંતિ-સુખાકારી...

હર્ષ સંઘવીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું:ચૈત્રી નવરાત્રિના આઠમાં નોરતે રાજ્યની શાંતિ-સુખાકારી માટે પ્રાર્થના કરી; વક્ફ બીલ વિશે બોલવાનું ટાળ્યું

ચૈત્રી નવરાત્રિના મહાઅષ્ટમી પર પાવન અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લઇને માતાજીના દર્શન કર્યા હતા. ગૃહમંત્રીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના લોકોની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભાગળ વિસ્તારમાં આવેલા આ અંબાજી મંદિરનું મહત્વ ખાસ છે. કારણ કે, અંદાજે 600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર ગણાય છે. લોકકથાઓ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાઈ વખતે અહીં માતાજીના દર્શને પધાર્યા હતા. માતાના આશીર્વાદ લીધા બાદ શિવાજી મહારાજ ગુપ્ત માર્ગથી તાપી નદીના કિનારે પહોંચી ગયાં હતા, એવી કથાઓ પ્રચલિત છે. રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થનાઃ સંઘવી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, આજે ચૈત્રી નવરાત્રિના આઠમના પાવન દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તો માતાજીના દર્શનાર્થે મંદિરોમાં ઉમટી પડયા છે. આ આપણા દેશની સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. મને આજે ભાવિક ભક્તો સાથે મા અંબાના ચરણોમાં માથું ઝુકાવી રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો અવસર મળ્યો, એથી હું ધન્યતા અનુભવું છું. ‘બપોર બાદ વક્ફ સંશોધન બિલ વિષયક માહિતી આપીશ’
તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, હું મંદિરના પ્રાંગણમાં કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણી કરતો નથી. મારો ઇરાદો માત્ર આસ્થાની અભિવ્યક્તિ કરવાનો છે. બપોર બાદ હું વક્ફ સંશોધન બિલ વિષયક માહિતી આપીશ. ઉલ્લેખનીય છે કે, આ શ્રદ્ધાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો અને હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પ્રાંગણમાં ભવ્ય આરતી યોજાઈ હતી અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments