હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં એક મોટું પરીક્ષા કૌભાંડ સામે આવ્યું છે. AAPના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં થયેલી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન મોબાઈલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી જવાબો લખ્યા હતા. યુવરાજસિંહ પાસે 24 વીડિયો પુરાવા છે. આ વીડિયોમાં દેખાય છે કે સંસ્થાના સંચાલકો અને વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સાહિત્ય પૂરું પાડે છે. અશ્વિન પટેલ અને સંજય પટેલ નામના વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ દ્વારા અગાઉથી જ પેપર મોકલી આપ્યા હતા. નકલથી નકલી સુધીની સફર અટકાવવાની અપીલ
યુવરાજસિંહે જણાવ્યું હતું કે નકલ અને ગેરરીતિઓના કારણે “નકલી” ડોક્ટરો અને પ્રોફેસરો તૈયાર થઈ રહ્યા છે, જે સમાજ માટે ખતરનાક છે. તેમણે આ ગેરરીતિઓને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. 800 કોલેજોની પરીક્ષા પર સવાલ ઉઠાવ્યા
AIનો ઉપયોગ કરી જવાબો લખવા મુદ્દે યુવરાજસિંહના જણાવ્યા મુજબ, HNGUની 800 કોલેજોમાં આવી જ રીતે પરીક્ષાઓ યોજાય છે. યુનિવર્સિટીના અધિકારીઓ આ બધું જાણવા છતાં આંખ આડા કાન કરે છે. ઘણી કોલેજો UGCના નિયમોનું ઉલ્લંઘન કરે છે. કોમ્પ્લેક્સમાં કોલેજો ચલાવવામાં આવે છે અને નિયમ વિરુદ્ધ ફી વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં આવે છે. CCTVની ફૂટેજ જાહેર કરવા માગ
યુવરાજસિંહે માંગણી કરી છે કે પ્રાંતિજની કોલેજ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ. તેમણે CCTVની ફૂટેજ જાહેર કરવા અને MCE પરીક્ષાના કેન્દ્રોની માહિતી જાહેર કરવાની માંગ પણ કરી છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિના આક્ષેપો
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, M.Sc સેમેસ્ટર-4ની પરીક્ષાઓ દરમિયાન નકલ અને ગેરરીતિના અનેક ઉદાહરણો સામે આવ્યા છે.
મોબાઇલ અને વ્હોટ્સએપનો ઉપયોગ: પરીક્ષાના પ્રશ્નપત્રો વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પુસ્તકમાંથી જવાબ શોધવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. સંસ્થાની સહાય: સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને નકલ માટે મટીરીયલ (પુસ્તકો) પૂરા પાડવામાં આવે છે. CCTVમાં કેદ ચોરી: યુવરાજસિંહે 24 વીડિયો જૂ કર્યા છે, જેમાં પરીક્ષા દરમિયાન ચોરીની ઘટનાઓ સ્પષ્ટ રીતે દેખાય છે. સંચાલકો પર આક્ષેપ
યુવરાજસિંહે સંસ્થાના સંચાલકો સંજય પટેલ અને અશ્વિનકુમાર ભીખાભાઈ પટેલ પર ચોરીમાં સહાય કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને નકલ માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. યુનિવર્સિટી પર આક્ષેપ
ભ્રષ્ટાચારનું એપીસેન્ટર: HNGUને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર ગણાવતાં યુવરાજસિંહે જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા ગેરરીતિઓ પર કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
કોલેજોની સ્થિતિ: HNGU અંતર્ગત કેટલીક કોલેજો શોપિંગ કોમ્પ્લેક્સ અને સટર દુકાનોમાં ચાલે છે, જ્યાં UGCના નિયમોનું ઉલ્લંઘન થાય છે. યુવરાજસિંહે કઈકઈ માંગણીઓ કરી
CCTV ફૂટેજ જાહેર કરવું: તમામ પરીક્ષાના CCTV ફૂટેજ પબ્લિક ડોમેનમાં મૂકવા.
કોલેજો પર પ્રતિબંધ: ગેરરીતિમાં સામેલ કોલેજો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો.
કડક તપાસ: HNGU અને તેની સંલગ્ન કોલેજોની ગેરરીતિઓની તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી.