રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની 115 કિ.મી.ની પદયાત્રા કરીને આજે દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ સરેરાસ 10-12 કિ.મી.નું અંતર કાપતા હતા. અનંત અંબાણી આજે તિથી મુજબ રામનવમીએ પોતાના જન્મ દિવસની ઉજવણી દ્વારકામાં કરવા જઇ રહ્યા છે. આ અવસરે અંબાણી પરિવાર સહિત અનેક સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યાં છે. આજે વહેલી સવારે અનંત અંબાણી ‘ધીરુભાઇ અંબાણી માર્ગ’ પરથી પસાર થઇને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા ગોમતીઘાટના પવિત્ર જળથી ચરણસ્પર્શ અને સ્નાન કર્યા બાદ માતા ગોમતી નદીનું પુજન કરી ભગવાન દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જેમની સાથે અંબાણી પરિવાર, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી જોડાયા છે. અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતાં ‘ધીરુભાઇ અંબાણી માર્ગ’ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા છે. આ ઉપરાંત દ્વારકાનગરના જૂદા-જૂદા સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત્ સાથે સ્નમાન કર્યું છે. સતત 10 દિવસ ભાવ-ભક્તિ અને ભજનનો પ્રવાહ
અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં સતત 10 દિવસ હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલાયા હતા. જેને લઇ રસ્તાઓ અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું હતું. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડું પીણું અને ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા હતા. ખાસ કરીને નાનાં બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડીરાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોળતા હતા અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશના નારા લગાવતા હતા. આરામ કર્યા વગર દરરોજ 10-12 કિ.મી.ની પદયાત્રા
અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા રોજ જ્યાં પદયાત્રા પૂરી કરતાં ત્યાંથી વનતારા પરત ફરતા હતા અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરતા હતા. જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલતા હતા, જેમાં અંદાજિત 10-12 કિલોમીટર જેટલું અંતર કાપતા હતા. અનંત અંબાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઇ આરામ નહોતા કરતા, સતત ચાલ્યા જ કરતા હતા. અનંત અંબાણીની 10 દિવસની પદયાત્રા દિવસ 1: પદયાત્રાની શરૂઆત દિવસ 2: યાત્રાનો ઉત્સાહ દિવસ 3: શ્રદ્ધા અને સમર્પણ દિવસ 4: ભક્તિનો માહોલ દિવસ 5: શ્રદ્ધાળુઓ ઊમટ્યા દિવસ 6: ભક્તિગીતો સાથે યાત્રા દિવસ 7: ભક્તોમાં ઉત્સાહ દિવસ 8: ભક્તિભાવ સાથે યાત્રા દિવસ 9: દ્વારકાધીશના મંદિર નજીક દિવસ 10: દ્વારકાધીશ ચરણોમાં શીશ આ પણ વાંચો: અનંત અંબાણીએ ‘નંદ’ને તેડીને લાડ લડાવ્યા આ પણ વાંચો: અનંત અંબાણી સાથે પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા આ પણ વાંચો: અનંત અંબાણીને મળી યુવતી ચોધાર આંસુએ રડી પડી આ પણ વાંચો: દ્વારકાધીશનો ફોટો આપનારા બાળાઓને વનતારાનું આમંત્રણ આ પણ વાંચો: અનંતે કતલખાને જતી મરઘીઓને બચાવી: VIDEO આ પણ વાંચો: અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં બ્રાહ્મણો જોડાયા