વર્ષ 1930ની છઠ્ઠી માર્ચ… જ્યારે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એક મુઠ્ઠી મીઠાથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા ડગમગાવી દીધા હતા. આજથી 95 વર્ષ પહેલાં 12મી માર્ચે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરી હતી. સાબરમતીથી 8 (()))માં 338 કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. જ્યાં એક મુઠ્ઠી મીઠું ઉપાડ્યું હતું અને બ્રિટિશ સરકારના સોલ્ટ લૉનો ભંગ કર્યો હતો. 95 વર્ષ પહેલાં મહાત્મા ગાંધીએ જે અંગ્રેજોની સામે લડત આપી સત્યાગ્રહનો માર્ગ શોધ્યો હતો. એ જ ગાંધી વિચારધારાને વરેલા રાહુલ ગાંધીને શું કોંગ્રેસ પક્ષ માટે નવસર્જનનો માર્ગ મળશે? 64 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી તટે કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન યોજાવવા જઇ રહ્યું છે. 8 અને 9 એપ્રિલના રોજ કઇ કઇ જગ્યાએ શું કાર્યક્રમો થવાના છે, એ સ્થળનું મહત્વ શું છે અને એકબીજાથી કેટલા અંતરે આવેલું છે એ જાણીએ આજના ભાસ્કર એક્સપ્લેનરમાં. ઉપરના ફોટા પર ક્લિક કરો અને આખો વીડિયો જુઓ..