અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે રામનવમીના દિવસે સમગ્ર દેશમાં રામનવમીની શોભાયાત્રા નીકળનાર છે. જેમાં ખાસ કરીને આ વખતે અમદાવાદ શહેરની શોભાયાત્રા કંઈક અલગ થવા જઈ રહી છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાનું પ્રેમ દરવાજાથી પ્રસ્થાન થયું. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, વજન મંડળી અને અલગ-અલગ ટેબ્લો જોડાયા છે. આ રથયાત્રા બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ છે જે મોડી સાંજ સુધી ચાલશે. જેમાં હજારો લોકો જોડાવાની શક્યતા છે. સુરતનું અનોખું રામમંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની નહીં, પરંતુ રામ નામ લખેલા મંત્રના પુસ્તકોની પુજા થાય છે. આ મંદિરમાં 1300 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ રામ મંત્ર લખવામાં આવી રહ્યા છે. રોજ લોકો દર્શને આવે છે અને પ્રદક્ષિણા કરે છે. આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આજે એક જ દિવસમાં લાખોની સંખ્યામાં રામમંત્ર લખેલી પુસ્તકો આ મંદિરમાં મુકવામાં આવી હતી. (આ સમાચાર વધુ વાંચો)