ફાઈનાન્શિયલ કોમેન્ટેટર અને CNBCના મેડ મની શોના હોસ્ટ જીમ ક્રેમરે 1987 જેવા ‘બ્લેક મન્ડે’ની આગાહી કરી છે. ક્રેમરે આ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને જવાબદાર ગણાવ્યા. જો ટ્રમ્પ નિયમોનું પાલન કરતા દેશોને રાહત નહીં આપે, તો 1987ની પરિસ્થિતિ- ત્રણ દિવસનો ઘટાડો અને ત્યારબાદ સોમવારે 22% ઘટાડો- મોટા ભાગે સંભવ છે, ક્રેમરે જણાવ્યું હતું. એ જાણવા માટે આપણે વધુ રાહ જોવી પડશે નહીં. આ સોમવાર સુધીમાં જાણી શકાશે. જીમ ક્રેમરની 3 મોટી આગાહીઓ જે સાચી સાબિત થઈ… 1. Nvidia પર બુલિશ કોલ (2023): ક્રેમરે 2023માં Nvidia જેવી મેગા-કેપ ટેક કંપનીઓ પર બુલિશ વલણ અપનાવ્યું હતું. તે સમયે શેર લગભગ 15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જાન્યુઆરી 2025માં, તે 150 ડોલરની નજીક પહોંચી ગયો હતો. એનો અર્થ એ કે, તેમનો કોલ સાચો સાબિત થયો. 2. બજારની અસ્થિરતા (2022): 2022ની શરૂઆતમાં, ક્રેમરે બજારની અસ્થિરતાની આગાહી કરી હતી, જે સાચી પડી. તે વર્ષે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. SP 500 ઇન્ડેક્સ લગભગ 19% ઘટ્યો. તેમની ચેતવણી રોકાણકારો માટે ઉપયોગી સાબિત થઈ. 3. 2008 પછીની રિકવરી (2009): 2008ની નાણાકીય કટોકટી પછી, ક્રેમરે 2009માં બજારમાં રિકવરી થવાની આગાહી કરી હતી. તેમણે રોકાણકારોને નબળા શેરોમાં તકો શોધવાની સલાહ આપી હતી. તે વર્ષે SP 500 ઇન્ડેક્સમાં 23.5%નો વધારો થયો. જીમ ક્રેમરની 3 મોટી આગાહીઓ જે ખોટી સાબિત થઈ… 1. હેવલેટ-પેકાર્ડ (2012): 20 નવેમ્બર, 2012ના રોજ, ક્રેમરે દર્શકોને “હેવલેટ-પેકાર્ડ અને બેસ્ટ બાયના શેર તાત્કાલિક વેચવાની” સલાહ આપી. જોકે, આગામી છ મહિનામાં હેવલેટના શેર 115% વધ્યા. અને બેસ્ટ બાયના શેરમાં 124%નો ઉછાળો આવ્યો. એટલે કે, તેમની આગાહી ખોટી સાબિત થઈ. 2. બેર સ્ટર્ન્સ (2008): 11 માર્ચ, 2008ના રોજ મેડ મની સેગમેન્ટ દરમિયાન, ક્રેમરે બેર સ્ટર્ન્સ વિશે દર્શકોના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “ના, ના, ના! બેર સ્ટર્ન્સ ઠીક છે! તમારા પૈસા બહાર ન કાઢો… તે મૂર્ખતા હશે.” પાંચ દિવસ પછી, 16 માર્ચના રોજ, બેર સ્ટર્ન્સ પડી ભાંગ્યો અને JPMorgan Chaseને પ્રતિ શેર 2 ડોલરના ભાવે વેચાઈ ગયું. એક સમયે તેની કિંમત 133 ડોલર હતી. ૩. ડોટ-કોમ બબલ (2000): જાન્યુઆરી 2000માં, ડોટ-કોમ બબલની ટોચ પર, ક્રેમરે ટેક શેરોમાં રોકાણ કરવાની ભલામણ કરી અને કહ્યું કે 1999ના પ્રદર્શનનું પુનરાવર્તન થઈ શકે છે. જોકે, પછી તરત જ પરપોટો ફૂટી ગયો અને તેમના દ્વારા ભલામણ કરાયેલા એરિબા અને ઇન્ફોસ્પેસ જેવા શેરોમાં તીવ્ર ઘટાડો થયો. અરિબાના શેર 168.75 ડોલરની ટોચથી ઘટીને 2 ડોલર થઈ ગયા હતા. તે જ સમયે, ઇન્ફોસ્પેસનો સ્ટોક 1,305 ડોલરથી ઘટીને 2.67 ડોલર થયો. જીમ ક્રેમરનો ચોકસાઈ દર લગભગ 47%
ક્રેમરની આગાહીઓ પરના અભ્યાસોએ તેની ચોકસાઈ લગભગ 47% હોવાનો અંદાજ લગાવ્યો છે. CXO એડવાઇઝરીએ 2005-2012 દરમિયાન તેમના દ્વારા પસંદ કરાયેલા 62 શેરોનું વિશ્લેષણ કર્યું અને તેમાં 46.8% સફળતા દર જોવા મળ્યો. રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પછી બે દિવસમાં ડાઉ જોન્સ 9%થી વધુ ઘટ્યો…