શનિવારે રમાયેલી પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 25 રનથી હરાવ્યું. ચેપોક સ્ટેડિયમ ખાતે 184 રનના ટાર્ગેટ ચેઝ કરતા ચેન્નાઈ 20 ઓવરમાં 5 વિકેટે 158 રન જ બનાવી શક્યું. વિજય શંકરને 2 જીવનદાન મળ્યા. અક્ષર પટેલે પોતાના પહેલા બોલ પર સિક્સર ફટકાર્યો. નૂર અહેમદે તેને બોલ્ડ કર્યો. એમએસ ધોનીએ આશુતોષ શર્માને રન આઉટ કર્યો. ધોની અને વિજયશંકરે CSK માટે છઠ્ઠી વિકેટ માટે સૌથી વધારે રન જોડ્યા. CSK vs DC મેચની મુખ્ય મોમેન્ટ્સ વાંચો… 1. ખલીલને પહેલી ઓવરમાં વિકેટ મળી, મેગાર્ક આઉટ થયો દિલ્હીએ પહેલી ઓવરમાં જ એક વિકેટ ગુમાવી દીધી. જેક ફ્રેઝર-મેગાર્ક શૂન્ય રને આઉટ થયો. ખલીલ અહેમદની બોલિંગમાં તે આર. અશ્વિનના હાથે કેચ આઉટ થયો. ઓવરના ચોથા બોલ પર ફ્રેઝર-મેગાર્કે લોંગ ઓફ પર શોટ રમ્યો, પરંતુ બોલ સીધો અશ્વિનના હાથમાં ગયો. 2. અક્ષરે તેના પહેલા બોલ પર સિક્સર ફટકારી અભિષેક પોરેલના આઉટ થયા પછી દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યો અને તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી. અહીં રવિન્દ્ર જાડેજા સાતમી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે છેલ્લો બોલ આગળ ફેંક્યો. અહીં અક્ષરે સીધો શોટ રમ્યો અને બોલ સાઈટ સ્ક્રીન ઉપરથી સિક્સર માટે ગયો. 3. નૂરે અક્ષરને બોલ્ડ કર્યો 11મી ઓવરમાં સ્પિનર નૂર અહેમદે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને બોલ્ડ કર્યો. નૂરે ઓવરનો ચોથો બોલ ઓવરપિચ્ડ ફેંક્યો. અક્ષરે સ્વીપ શોટ રમ્યો પણ બોલ ચૂકી ગયો અને બોલ્ડ થયો. અક્ષર પટેલ 21 રન બનાવીને આઉટ થયો હતો. 4. મુકેશ રાહુલનો કેચ ચૂકી ગયો 19મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલને જીવનદાન મળ્યું. મુકેશ ચૌધરીએ લેન્થનો શોર્ટ બોલ ફેંક્યો. રાહુલે પુલ શોટ રમ્યો પણ બોલ હવામાં ઉપર ગયો. અહીં મુકેશે પાછળ દોડીને બોલ પકડવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. 5. ધોનીએ આશુતોષને રનઆઉટ કર્યો 19મી ઓવરમાં એમએસ ધોનીએ આશુતોષ શર્માને રન આઉટ કર્યો. મથીશ પથિરાનાના ઓવરના ત્રીજા બોલ પર આશુતોષે ફ્લિક શોટ રમ્યો અને બીજો રન લેવા દોડ્યો. જાડેજાએ ડીપ ફાઇન લેગથી દોડીને બોલ ફેંક્યો અને ધોનીએ બોલ પકડીને સ્ટમ્પ્સ વિખેરી નાખ્યા. 6. વિજય શંકરને ૨ જીવનદાન મળ્યા વિજય શંકરને 10મી ઓવરના છેલ્લા બોલ પર પહેલું જીવનદાન મળ્યું. વિપ્રાજ નિગમની ઓવરના છેલ્લા બોલ પર વિજય શંકરે મોટો શોટ રમ્યો. અહીં કુલદીપ યાદવે એક સરળ તક ગુમાવી દીધી. વિજય શંકરને 13મી ઓવરમાં બીજીવાર જીવનદાન મળ્યું. કુલદીપ યાદવની ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે તેનો કેચ છોડી દીધો. ફેક્ટ્સ: , આ રમતગમતના સમાચાર પણ વાંચો… ધોની કેમ સાવ છેલ્લે બેટિંગ કરવા ઊતરે છે?:સવાલો ઊઠતા CSKના કોચે ખુલાસો કર્યો; કહ્યું, ‘ઘૂંટણ-શરીર પહેલાં જેવાં નથી, એના માટે 10 ઓવર રમવી મુશ્કેલ’ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મહેન્દ્રસિંહ ધોની 8-9 નંબર પર બેટિંગ કરવા આવે છે. ઘણા ક્રિકેટ-નિષ્ણાતો આના પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે કે આટલા નીચા ક્રમમાં બેટિંગ કરવાથી ટીમને શું ફાયદો થાય છે. આ પ્રશ્ન પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે ધોનીનું શરીર અને ઘૂંટણ પહેલાં જેવાં રહ્યાં નથી. તેના માટે 10 ઓવર સુધી બેટિંગ કરવી મુશ્કેલ છે.. સંપૂર્ણ સમાચાર વાંચો…