back to top
Homeમનોરંજન'લાપતા લેડીઝ' અરબી શોર્ટ ફિલ્મ 'બુરખા સિટી'ની કોપી!:ફિલ્મના લેખકે કન્ટેન્ટ ચોરીના આરોપ...

‘લાપતા લેડીઝ’ અરબી શોર્ટ ફિલ્મ ‘બુરખા સિટી’ની કોપી!:ફિલ્મના લેખકે કન્ટેન્ટ ચોરીના આરોપ ફગાવ્યા, બુરખા સિટીના ડિરેક્ટર ફેબ્રિસે પ્રતિક્રિયા આપી

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ‘લાપતા લેડીઝ’ ફિલ્મની વાર્તા મોટાભાગે ફેબ્રિસ બ્રાક (ફ્રેન્ચ ફિલ્મમેકર)ની અરબી શોર્ટ ફિલ્મ ‘બુરખા સિટી’ જેવી જ છે. આ પ્રશ્ન પર હવે ‘લાપતા લેડીઝ’ ના લેખક બિપ્લબ ગોસ્વામી અને ‘બુરખા સિટી’ના ડિરેક્ટર ફેબ્રિસ બ્રાકે પ્રતિક્રિયા આપી છે. લાપતા લેડીઝની વાર્તા બુરકા સિટીથી મળતી આવે છે શોર્ટ ફિલ્મ ‘બુરખા સિટી’ના દિગ્દર્શક ફેબ્રિસ બ્રાકે IFP સાથે તેની શોર્ટ ફિલ્મ અને કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ વચ્ચેની સમાનતાઓ વિશે વાત કરી. તેણે કહ્યું કે, જ્યાં સુધી તેને સમાનતા વિશે ખબર ન પડી ત્યાં સુધી તેણે ‘લાપતા લેડીઝ’ જોઈ ન હતી. જ્યારે દિગ્દર્શકને બંને ફિલ્મોમાં સમાનતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, જ્યારે તેમણે પહેલીવાર ફિલ્મ જોઈ, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ફિલ્મની પિચ તેમની શોર્ટ ફિલ્મ સાથે કેટલી સમાન છે. તેણે કહ્યું કે, ફિલ્મના પાત્રો અને વાર્તા સંપૂર્ણપણે સમાન છે. ‘લાપતા લેડીઝ’માં બતાવેલ પાત્રો પણ એકદમ સમાન છે. ‘બુરખા સિટી’ અને ‘લાપતા લેડીઝ’નો અંત પણ સરખો જ છે- ડિરેક્ટર ફેબ્રિસ ડિરેક્ટરે કહ્યું કે, ફિલ્મનો અંત, જ્યાં દર્શકોને ખબર પડે છે કે મહિલાએ જાણી જોઈને તેના પતિથી ભાગી જવાનું નક્કી કર્યું છે, તે પણ એક જ સરખું છે. ફેબ્રિસે જણાવ્યું હતું કે, ‘બુરખા સિટી’ શોર્ટ ફિલ્મ 2017માં લખાઈ હતી અને 2018 માં તેનું શૂટિંગ થયું હતું. આ ફિલ્મ 2020 માં કોલકાતા અને ઓરોવિલમાં બે ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન, ડિરેક્ટરને પૂછવામાં આવ્યું કે, ‘લાપતા લેડીઝ’ જોયા પછી તેમને કેવું લાગ્યું. તેનો જવાબ આપતા ડિરેક્ટરે કહ્યું, ‘જ્યારે મને ખબર પડી, ત્યારે હું ખૂબ જ આઘાતમાં હતો અને દુઃખી થયો, ખાસ કરીને જ્યારે મને ખબર પડી કે આ ફિલ્મને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને તેને ઓસ્કાર માટે પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.’ હું ‘બુરખા સિટી’ને ફીચર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. પણ હવે આ કરવું શક્ય નથી. તેણે કહ્યું કે, તે આ મામલો ઉકેલવા માટે ‘લાપતા લેડીઝ’ના નિર્માતાઓ સાથે વાત કરશે. ‘લાપતા લેડીઝ’ ના લેખકે આરોપોને નકાર્યા દરમિયાન, ‘લાપતા લેડીઝ’ના લેખક બિપ્લબ ગોસ્વામીએ શનિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. તેણે કન્ટેન્ટ ચોરીના આરોપોને નકારી કાઢ્યા. લેખકે દાવો કર્યો હતો કે, તેમણે 2014માં સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન સાથે ‘લાપતા લેડીઝ’ની નોંધણી કરાવી હતી અને 2018 માં ટુ બ્રાઇડ્સ ટાઈટલની ફીચર-લેન્થ સ્ક્રિપ્ટ SWA (સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન)માં પણ રજીસ્ટર કરાવી હતી. તેમણે લખ્યું, ‘આ બધા આરોપો ન માત્ર મને લેખક તરીકે પરંતુ સમગ્ર ફિલ્મ નિર્માણ ટીમના પ્રયાસોને પણ નબળા પાડે છે.’ આ ફિલ્મ 2023 માં રિલીઝ થઈ હતી કિરણ દ્વારા દિગ્દર્શિત અને આમિર ખાન દ્વારા નિર્મિત ‘લાપતા લેડીઝ’ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. તેમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ અને રવિ કિશન મુખ્ય ભૂમિકામાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments