back to top
HomeબિઝનેસSBIની સ્પેશિયલ ડિપોઝીટ સ્કીમ 'અમૃત-કલશ' બંધ:તેમાં 7.60% સુધી વાર્ષિક વ્યાજ મળી રહ્યું...

SBIની સ્પેશિયલ ડિપોઝીટ સ્કીમ ‘અમૃત-કલશ’ બંધ:તેમાં 7.60% સુધી વાર્ષિક વ્યાજ મળી રહ્યું હતું, ‘અમૃત વૃષ્ટિ’માં રોકાણ કરવાની હજુ પણ તક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના ‘અમૃત કળશ’ 1 એપ્રિલ, 2025થી બંધ કરવામાં આવી છે. આ યોજનામાં, સીનિયર સિટિઝનને FD પર 7.60% વાર્ષિક વ્યાજ મળતું હતું અને અન્ય લોકોને 7.10% વાર્ષિક વ્યાજ મળતું હતું. આ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં, 400 દિવસ માટે રોકાણ કરવાનું હતું. જોકે, તમે હજુ પણ SBI ની ‘અમૃત વૃષ્ટિ’ નામની બીજી ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ, 444 દિવસ માટે FD પર 7.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જ્યારે સીનિયર સિટિઝનને વાર્ષિક 7.75%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. SBI ‘WeCare’ યોજનામાં રોકાણ કરવાની તક SBI બીજી એક ખાસ ટર્મ ડિપોઝિટ (FD) યોજના ‘WeCare’ પણ ચલાવે છે. SBIની આ યોજનામાં, સીનિયર સિટિઝનને 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની થાપણો (FD) પર 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ મળશે. 5 વર્ષથી ઓછી મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સીનિયર સિટિઝનને સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં, ‘વી કેર ડિપોઝિટ’ યોજના હેઠળ, સામાન્ય નાગરિકોની તુલનામાં 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની FD પર 1% વધુ વ્યાજ મળશે. આ મુજબ, સીનિયર સિટિઝનને 5 વર્ષ કે તેથી વધુ સમય માટે FD પર 7.50% વ્યાજ મળી રહ્યું છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન રોકાણ કરી શકો છો આ યોજનામાં રોકાણ કરવા માટે, તમે બેંક શાખાની મુલાકાત લઈને પણ રોકાણ કરી શકો છો. તેમાં નેટબેંકિંગ અને SBI YONO એપ દ્વારા પણ રોકાણ કરી શકાય છે. સામાન્ય FD ની જેમ, અમૃત કળશ પર પણ લોન લેવાની સુવિધા પણ મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments