back to top
Homeબિઝનેસઅમેરિકન એક્સપર્ટની ચેતવણી બાદ ભારતીય બજાર કડડભૂસ:જીમ ક્રેમરે કહ્યું હતું- 'બ્લેક મન્ડે'...

અમેરિકન એક્સપર્ટની ચેતવણી બાદ ભારતીય બજાર કડડભૂસ:જીમ ક્રેમરે કહ્યું હતું- ‘બ્લેક મન્ડે’ આવી રહ્યો છે; સાંજે ખુલશે US માર્કેટ

ફાઈનાન્શિયલ કોમેન્ટેટર અને CNBCના શો મેડ મનીના હોસ્ટ જિમ ક્રેમરની ચેતવણી પછી ભારતીય બજાર 4% ઘટીને કારોબાર કરી રહ્યો છે. ક્રેમરે બે દિવસ પહેલાં કહ્યું હતું કે અમેરિકી બજારમાં 1987 જેવો બ્લેક મન્ડે આવી શકે છે. ક્રેમરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી દુનિયાભરના દેશો પર લગાવેલાં રેસિપ્રોકલ ટેરિફને તેનું કારણ જણાવ્યું છે. જો ટ્રમ્પ નિયમોનું પાલન કરતા દેશોને રાહત નહીં આપે, તો 1987ની પરિસ્થિતિ- ત્રણ દિવસનો ઘટાડો અને ત્યારબાદ સોમવારે 22% ઘટાડો- મોટા ભાગે સંભવ છે, ક્રેમરે જણાવ્યું હતું. એ જાણવા માટે આપણે વધુ રાહ જોવી પડશે નહીં. આ સોમવાર સુધીમાં જાણી શકાશે. આજે ભારતીય બજાર સૂચકાંક સેન્સેક્સ 3000 પોઈન્ટ (4%) ઘટીને 72,300ની આસપાસ છે. નિફ્ટી 900 પોઈન્ટ (4.50%) ઘટ્યો છે. તે 22,000 ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 6%, કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.50%, ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 6.50% ઘટ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 10% ઘટ્યો છે. જીમ ક્રેમરની 3 મોટી આગાહીઓ જે સાચી સાબિત થઈ… 1. Nvidia પર બુલિશ કોલ (2023): ક્રેમરે 2023માં Nvidia જેવી મેગા-કેપ ટેક કંપનીઓ પર બુલિશ વલણ અપનાવ્યું હતું. તે સમયે શેર લગભગ 15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જાન્યુઆરી 2025માં, તે 150 ડોલરની નજીક પહોંચી ગયો હતો. એનો અર્થ એ કે, તેમનો કોલ સાચો સાબિત થયો. 2. બજારની અસ્થિરતા (2022): 2022ની શરૂઆતમાં, ક્રેમરે બજારની અસ્થિરતાની આગાહી કરી હતી, જે સાચી પડી. તે વર્ષે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. SP 500 ઇન્ડેક્સ લગભગ 19% ઘટ્યો. તેમની ચેતવણી રોકાણકારો માટે ઉપયોગી સાબિત થઈ. 3. 2008 પછીની રિકવરી (2009): 2008ની નાણાકીય કટોકટી પછી, ક્રેમરે 2009માં બજારમાં રિકવરી થવાની આગાહી કરી હતી. તેમણે રોકાણકારોને નબળા શેરોમાં તકો શોધવાની સલાહ આપી હતી. તે વર્ષે SP 500 ઇન્ડેક્સમાં 23.5%નો વધારો થયો. જીમ ક્રેમરની 3 મોટી આગાહીઓ જે ખોટી સાબિત થઈ… 1. હેવલેટ-પેકાર્ડ (2012): 20 નવેમ્બર, 2012ના રોજ, ક્રેમરે દર્શકોને “હેવલેટ-પેકાર્ડ અને બેસ્ટ બાયના શેર તાત્કાલિક વેચવાની” સલાહ આપી. જોકે, આગામી છ મહિનામાં હેવલેટના શેર 115% વધ્યા. અને બેસ્ટ બાયના શેરમાં 124%નો ઉછાળો આવ્યો. એટલે કે, તેમની આગાહી ખોટી સાબિત થઈ. 2. બેર સ્ટર્ન્સ (2008): 11 માર્ચ, 2008ના રોજ મેડ મની સેગમેન્ટ દરમિયાન, ક્રેમરે બેર સ્ટર્ન્સ વિશે દર્શકોના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “ના, ના, ના! બેર સ્ટર્ન્સ ઠીક છે! તમારા પૈસા બહાર ન કાઢો… તે મૂર્ખતા હશે.” પાંચ દિવસ પછી, 16 માર્ચના રોજ, બેર સ્ટર્ન્સ પડી ભાંગ્યો અને JPMorgan Chaseને પ્રતિ શેર 2 ડોલરના ભાવે વેચાઈ ગયું. એક સમયે તેની કિંમત 133 ડોલર હતી. ૩. ડોટ-કોમ બબલ (2000): જાન્યુઆરી 2000માં, ડોટ-કોમ બબલની ટોચ પર, ક્રેમરે ટેક શેરોમાં રોકાણ કરવાની ભલામણ કરી અને કહ્યું કે 1999ના પ્રદર્શનનું પુનરાવર્તન થઈ શકે છે. જોકે, પછી તરત જ પરપોટો ફૂટી ગયો અને તેમના દ્વારા ભલામણ કરાયેલા એરિબા અને ઇન્ફોસ્પેસ જેવા શેરોમાં તીવ્ર ઘટાડો થયો. અરિબાના શેર 168.75 ડોલરની ટોચથી ઘટીને 2 ડોલર થઈ ગયા હતા. તે જ સમયે, ઇન્ફોસ્પેસનો સ્ટોક 1,305 ડોલરથી ઘટીને 2.67 ડોલર થયો. જીમ ક્રેમરનો ચોકસાઈ દર લગભગ 47% ક્રેમરની આગાહીઓ પરના અભ્યાસોએ તેની ચોકસાઈ લગભગ 47% હોવાનો અંદાજ લગાવ્યો છે. CXO એડવાઇઝરીએ 2005-2012 દરમિયાન તેમના દ્વારા પસંદ કરાયેલા 62 શેરોનું વિશ્લેષણ કર્યું અને તેમાં 46.8% સફળતા દર જોવા મળ્યો. રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પછી બે દિવસમાં ડાઉ જોન્સ 9%થી વધુ ઘટ્યો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments