ગુજરાત બાદ હવે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન 1 જુલાઈ સુધી લંબાવી દીધા છે. હાઈકોર્ટે આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ જાહેર કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું છે. સોમવારે જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમારની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થઈ. આસારામ 14 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર હતા. આ સમયગાળો પૂરો થયા પછી 1 એપ્રિલે આસારામે સરેન્ડર કરી દીધું હતું. એ જ રાત્રે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ ત્યાં જ દાખલ છે. સુપ્રીમ કોર્ટની શરતનું ઉલ્લંઘન કરવા બદલ પૂછપરછ
આસારામના વકીલ નિશાંત બોરડાએ જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી 2 એપ્રિલે થઈ હતી. પીડિતાના વકીલ પીસી સોલંકીએ આસારામ પર સુપ્રીમ કોર્ટની પ્રવચન ન આપવાની શરતનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી હાઈકોર્ટે આસારામને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. નિશાંત બોરડાએ કહ્યું- આજે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું. કોર્ટે પૂછ્યું કે વચગાળાના જામીન મળ્યા પછી આસારામે ઉપદેશ આપ્યો કે નહીં? પીડિતા પાસેથી સોગંદનામું પણ માગવામાં આવ્યું હતું. પીડિત પક્ષના વકીલે કહ્યું હતું કે આસારામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના જામીન નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. આસારામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે
વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થયા પછી આસારામે 1 એપ્રિલના રોજ બપોરે 1.30 વાગ્યે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કર્યું હતું. અહીં લગભગ 10 કલાક રહ્યા બાદ તેમને રાત્રે 11:30 વાગ્યે પાલી રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં (આરોગ્યમ) ખસેડવામાં આવ્યા. અહીંથી આસારામ 3 એપ્રિલે ફોલો-અપ ચેકઅપ માટે AIIMS પણ ગયા હતા અને સાંજે ચેકઅપ કરાવ્યા પછી આરોગ્યમ પાછા ફર્યા હતા. ત્યારથી આસારામ અહીં દાખલ છે. 28 માર્ચે તેમને ગુજરાત હાઈકોર્ટ તરફથી ૩ મહિનાના વચગાળાના જામીન મળ્યા
આ પહેલાં 28 માર્ચે આસારામને ગુજરાત હાઇકોર્ટમાંથી બીજી વખત 3 મહિના માટે વચગાળાના જામીન મળ્યા હતા. આ આધારે 1 એપ્રિલના રોજ રાજસ્થાન હાઈકોર્ટ ખૂલી ત્યારે આસારામના વકીલ નિશાંત બોરાએ પહેલાં દાખલ અરજી પર તરત સુનાવણી કરવાનો આગ્રહ કર્યો હતો. એના પર કોર્ટે 2 એપ્રિલે સુનાવણી કરી. લગભગ અડધા કલાક સુધી ચાલેલી સુનાવણીમાં આસારામ દ્વારા પ્રવચન કરવાનો આરોપ સામે આવવાથી કોર્ટે આ મામલાની સુનાવણી 7 એપ્રિલ કરવાનું નક્કી કર્યું હતું. આસારામને બળાત્કારના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે
જોધપુર: જોધપુરના મનાઈ આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં 2 સપ્ટેમ્બર, 2013ના રોજ જોધપુર પોલીસે આસારામની તેમના ઇન્દોર આશ્રમમાંથી ધરપકડ કરી હતી. 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી. 14 જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. હવે ફરી એકવાર કોર્ટે તેમને 3 મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે. ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર સ્થિત આશ્રમની એક મહિલાએ આસારામ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. 31 જાન્યુઆરી, 2023ના રોજ કોર્ટે આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. 28 માર્ચે ગુજરાત હાઈકોર્ટે ફરીથી આસારામને 3 મહિના માટે વચગાળાના જામીન આપ્યા. આસારામ સંબંધિત આ સમાચાર પણ વાંચો… આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: 31 માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર; બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે બાપુ