back to top
Homeબિઝનેસટ્રમ્પના ટેરિફની આગ, શેરબજાર ભસ્મીભૂત:સેન્સેક્સ 3000થી વધુ ડાઉન, નિફ્ટી 4% ગગડ્યો; એશિયન...

ટ્રમ્પના ટેરિફની આગ, શેરબજાર ભસ્મીભૂત:સેન્સેક્સ 3000થી વધુ ડાઉન, નિફ્ટી 4% ગગડ્યો; એશિયન બજારોમાં 9%નો ઘટાડો

આજે એટલે કે 7 એપ્રિલ સોમવારના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 3000 પોઈન્ટ (4%) થી વધુ ઘટીને 72,300ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 900 પોઈન્ટ (4.50%) ઘટ્યો છે. તે 22,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેર લગભગ 10% ઘટ્યા છે. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને LTના શેર પણ 8% ઘટ્યા છે. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો છે. આઇટી, ઓઇલ અને ગેસ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો થયો છે. ઓટો, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સ 5% થી વધુ ઘટ્યા છે. હોંગકોંગનો હેંગસેંગ 10% ઘટ્યો, ચીની ઇન્ડેક્સ પણ 6.50% ઘટ્યો બજારમાં ઘટાડા માટે ત્રણ કારણો 4 એપ્રિલે બજાર 930 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું 4 એપ્રિલના રોજ સેન્સેક્સ 930 પોઈન્ટ (1.22%) ઘટીને 75,364 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 345 પોઈન્ટ (1.49%) ઘટીને 22,904 પર બંધ થયો. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી મેટલ સૂચકાંક લગભગ 6.56% ઘટ્યો. ફાર્મા, રિયલ્ટી અને આઇટી સૂચકાંકો લગભગ 4% ઘટ્યા. ઓટો અને મીડિયા સૂચકાંકો લગભગ 3% ઘટ્યા. , બિઝનેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… US એક્સપર્ટની ‘બ્લેક મન્ડે’ની ભવિષ્યવાણી; 1987નું આપ્યું ઉદાહરણ, ત્યારે 22% માર્કેટ તૂટેલું ફાઈનાન્શિયલ કોમેન્ટેટર અને CNBCના મેડ મની શોના હોસ્ટ જીમ ક્રેમરે 1987 જેવા ‘બ્લેક મન્ડે’ની આગાહી કરી છે. ક્રેમરે આ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને જવાબદાર ગણાવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments