ટ્રમ્પ ટેરિફે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર મચાવી દીધો છે. આજે એટલે કે 8 એપ્રિલ સોમવારના રોજ એશિયન શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. જાપાન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા જેવા મોટા બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેનું સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલ્સી છે. ટ્રમ્પ તરફથી લગાવાયેલા ભારે ઈમ્પોર્ટ ટેક્સના જવાબમાં ચીને પણ અમેરિકા પર કડક ટેરિફ લાદ્યા હતા. આ ટ્રેડ વોરના ડરથી વિશ્વભરના રોકાણકારો ડરી ગયા છે. અને શેર વેચવા લાગ્યા છે. ટ્રમ્પે કહ્યું, ટ્રમ્પે કહ્યું, કેટલીકવાર કોઈ બાબતને ઠીક કરવા માટે દવા લેવી પડે છે. ટ્રમ્પનું કહેવું છે કે બજારનો આ ઘટાડો દવાની જેમ જ છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. પરંતુ હાલમાં રોકાણકારોને માત્ર ખોટ જ દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વન વિમાનમાં પત્રકારોને આ વાત કહી. ફ્લોરિડામાં ગોલ્ફ રમીને તેઓ વોશિંગ્ટન પરત ફરી રહ્યા હતા. આ વાતચીતમાં તેમણે પોતાના ટેરિફ પ્લાનમાંથી પાછી પાની કરવાના કોઈ સંકેત આપ્યા ન હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે અમેરિકા અને વિશ્વભરના બજારોમાં ઘટાડા પર કહ્યું કે ‘ક્યારેક-ક્યારેક તમારે કોઈ બાબતને ઠીક કરવા માટે દવા લેવી પડે છે.’ રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશોએ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું કારણ કે અમારું નેતૃત્વ મૂર્ખતાભર્યુ હતું અને તેમણે આ બધુ થવા દીધું. તેમજ, અમેરિકા અને વિશ્વભરના વેપાર બજારોમાં ઉથલપાથલ પર, ટ્રમ્પે કહ્યું, ‘બજારો સાથે આગળ શું થશે તે હું કહી શકતો નથી. પણ અમારો દેશ હવે ઘણો મજબૂત છે. આજે ‘બ્લેક મન્ડે’ની શક્યતા ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે, વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 6 એપ્રિલના રોજ, અમેરિકન ટીવી પ્રેઝન્ટર અને બજાર વિશ્લેષક જીમ ક્રેમરે ચેતવણી આપી હતી કે 7 એપ્રિલ, સોમવારના રોજ બજારોમાં બીજો મોટો ઘટાડો જોવા મળી શકે છે. તેમણે તેને બ્લ્ડ-બાથ ગણાવ્યું. તેને 1987ના બ્લેક મન્ડે સાથે જોડવામાં આવી રહ્યું છે, કારણ કે 19 ઓક્ટોબર, 1987ના રોજ વિશ્વભરના શેરબજારોમાં એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (DJIA) 22.6% ઘટ્યો, જે ઇતિહાસમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. આ ઘટાડો અમેરિકામાં શરૂ થયો હતો, પરંતુ ઝડપથી ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને એશિયન બજારોમાં ફેલાઈ ગયો. 50 દેશોએ ટેરિફ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રનો સંપર્ક કર્યો ટ્રમ્પ વહીવટીતંત્રના ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે NBCને જણાવ્યું હતું કે 50થી વધુ દેશોએ ટેરિફ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રનો સંપર્ક કર્યો છે, પરંતુ કોઈપણ વાટાઘાટોમાં સમય લાગશે. સ્કોટ બેસન્ટે કહ્યું કે આ દેશો લાંબા સમયથી આપણી સાથે ખોટું વર્તન કરી રહ્યા છે. અને આ એવો મામલો નથી કે જે થોડા દિવસો કે અઠવાડિયામાં વાટાઘાટો દ્વારા ઉકેલી શકાય. આપણે આગળનો રસ્તો કાઢવો પડશે, કારણ કે જ્યારે કોઈ દેશ 20, 30, 40 કે 50 વર્ષથી ખોટી પદ્ધતિઓ અપનાવી રહ્યો છે, ત્યારે તમે એક જ વારમાં બધું ઉકેલી શકતા નથી. અમેરિકામાં પ્રોડક્શન વધારવા માટે ટ્રમ્પે રેસિપ્રોકલ કર લાદ્યો 2 એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર રેસિપ્રોકલ કરની જાહેરાત કરી હતી. આમાં, ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત ખૂબ જ સખ્ત છે. મોદી મારા સારા મિત્ર છે, પણ તેઓ આપણી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. ભારત ઉપરાંત, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાએ લગભગ 60 દેશો પર તેમના ટેરિફની સરખામણીમાં અડધો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.