બનાસકાંઠા જિલ્લા પોલીસે ડીસાના ફટાકડા ગોડાઉન વિસ્ફોટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઇન્દોરથી મુખ્ય કોન્ટ્રાક્ટર હરીશ રામચંદ્ર મેઘવાનીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં 22 લોકોના મોત થયા હતા. આ કેસમાં અત્યારસુધી ગોડાઉન માલિક આરોપી પુત્ર દિપક ખુબચંદ મોહનાની અને પિતા ખૂબચંદ રેણૂમલ મોહનાનીની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ આઠ દિવસના રિમાન્ડ પર છે. ઇન્દોરથી મુખ્ય કોન્ટ્રાક્ટર હરીશ મેઘવાની ઝડપાયો
બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીની આગેવાની હેઠળ સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં LCB, SOG, પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિતની અલગ અલગ ટીમોએ મધ્યપ્રદેશ તામિલનાડુ સહિતના અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરી રહી છે. તે દરમિયાન LCBના પીએસઆઈ આર.બી. જાડેજાની ટીમે ઇન્દોરમાં તપાસ દરમિયાન આરોપી હરીશ મેઘવાનીને ઝડપી લીધો છે. આ પણ વાંચો : મધ્યપ્રદેશના મજૂરોને જાણે મોત બોલાવતું હતું આરોપી નિયમિત રીતે મજૂરો મોકલી આર્થિક લાભ લેતો
આરોપી હરીશ મેઘવાની ટ્રેઝર ટાઉન સોસાયટી, બજિલપુર, ઇન્દોરનો રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી હરીશ અને ગોડાઉન માલિક પિતા-પુત્ર એક જ સમાજના હોવાથી લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. આરોપી હરીશે કોન્ટ્રાક્ટર લક્ષ્મી અને પંકજ સાથે મળીને પહેલા સ્થળની તપાસ કરી હતી. તેઓએ સુતળી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉનને યોગ્ય ગણ્યું હતું. ત્યાર બાદ તે હરદા જિલ્લાથી નિયમિત રીતે મજૂરોને ડીસાના દિપક ફટાકડા ગોડાઉનમાં મોકલીને આર્થિક ફાયદો મેળવતો હતો. કેવી રીતે થયો બ્લાસ્ટ?
1 એપ્રિલ ને મંગળવારે સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં મોટી ઘટના બની હતી. જેમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતાં. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…