back to top
Homeગુજરાતત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે અમદાવાદ આવશે:મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી....

ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે અમદાવાદ આવશે:મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ સહિતના 90% નેતાઓ આજે આવી જશે; રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂર્ણ

8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી (7 એપ્રિલ, 2025) જ અમદાવાદમાં આગમન થશે. મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના 90 ટકા CWCના સભ્યો આજે જ અમદાવાદ આવી પહોંચશે. તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવશે. બે દિવસ દરમિયાન યોજાનારા અલગ-અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર સહિતના આજે આવશે, ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે આવશે
આજે (7 એપ્રિલ) 10.30 વાગ્યે કે. સી. વેણુગોપાલ, સાંજે 6 વાગ્યે મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર અને રાત્રે અશોક ગેહલોત, જયરામ રમેશ તથા મોટાભાગ મહત્તમ CWCના સભ્યો અમદાવાદ આવશે. તમામના રોકાણ માટે 35 હોટલમાં રૂમો બુક કરાયા છે. 35 હોટલો પૈકી આશ્રમ રોડની હયાત હોટલમાં 150 રૂમ બુક કરાવી છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત CWCના સભ્યો રહેશે. જ્યારે વસ્ત્રાપુરની હયાત હોટલમાં 75 રૂમ બુક છે, જેમાં AICCના સેક્રેટરીઓ અને પ્રભારીઓ રહેશે. ITC નર્મદામાં 105 રૂમ બુક જેમાં કોગ્રેસના 100 સાંસદો અને બાકીની 5 રૂમોમાં કદાચ મુખ્યમંત્રીઓને ફાળવવામાં આવે તેવી શકયતા છે. એસ. જી. હાઈવેની તાજ વિવાંતા હોટલમાં 100 રૂમો બુક કરાવી છે. જેમાં દેશના ચાર રાજ્યો જ્યાં કોગ્રેસની સરકાર છે, તેના મંત્રીઓ રહેશે. દરેક હોટલ પર એક ડેસ્ક રહેશે. VVIP ચાર્ટર્ડમાં આવશે તો પત્રકારો અને સી.ડબલ્યુ. સી.ના બીજા સભ્યો ફ્લાઇટમાં આવશે. ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે આવશે. જાણો કોણ કેટલા વાગે આવશે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હેલ્પડેસ્ક ઉભા કરાયા
દેશભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે અમદાવાદ આવવાના છે જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તમામ નેતાઓના રહેવા માટે હોટલ અને તેઓને અધિવેશન સ્થળ તેમજ હોટલ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજથી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી નેતાઓ ફ્લાઈટ અથવા તો ટ્રેનમાં આવવાના છે ત્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓનો સંપર્ક કરી કયા સમયે ફ્લાઇટ અથવા ટ્રેનમાં આવવાના છે તેની માહિતી મેળવવામાં આવી છે. નેતાઓના ફ્લાઈટ અને ટ્રેનના સમયનું લિસ્ટ મુજબ જે પણ હોટલમાં તેઓને મુકવા જવા માટે ત્યાં ગાડીઓ પણ તૈયાર રાખવામાં આવશે. નેતાઓને એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી સીધા હોટલ પર ગાડી દ્વારા લઈ જવામાં આવશે. દરેક નેતાઓને તેમના માટેની ગાડી ફાળવી દેવામાં આવશે. નેતાઓ અને કાર્યકર્તાઓ અધિવેશન સ્થળ પર લઈ જવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિવેશન સ્થળ રિવરફ્રન્ટ પર નેતાઓ અને ડેલિગેશનને લાવવા લઈ જવા માટે અલગથી 4 વોલ્વો બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી અધિવેશન સુધી સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
કોંગ્રેસના અધિવેશનને લઈ ગુજરાત આવનાર તમામ ડેલિગેટને ગુજરાતની પરંપરા પ્રમાણે આવકારવામાં આવશે, જેમાં ગુજરાતના વિવિધ નૃત્યોની ઝાંખી પણ જોવા મળશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ અને કલ્ચર કમિટીના પ્રમુખ સોનલબેન પટેલે અને જીલ શાહે જણાવ્યું હતું. એરપોર્ટથી અધિવેશન સુધી 14 સ્ટેજ પર ગુજરાતના જુદા જુદા જિલ્લાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. 8 અપ્રિલે 6 સ્ટેજ અને 9 એપ્રિલે 8 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. એરપોર્ટ પર દાંડીયા સાથે વેલકમની થીમ પર આવકારશે
આખા કાર્યક્રમની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, 8 અને 9 તારીખે આવનારા ડેલિગેટ્સ માટે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી વિવિધ સ્ટેજ તૈયાર કર્યા છે. જેમાં 8 એપ્રિલે CWCની મિટિંગમાં આવનારા ડેલિગેટ્સને આવકારવા માટે એરપોર્ટની અંદર બે જગ્યાએ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. જેમાં 45 જેટલા લોકો દાંડિયા સાથે વેલકમની થીમ પર આવકારશે. સાથે જ એરપોર્ટથી લઈને CWCના કાર્યક્રમ સ્થળ સુધીમાં 6 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં એક સ્થળ પર 20 લોકોની ટીમ એમ કુલ મળીને 120 કરતાં વધુ લોકો ગુજરાતની સંસ્કૃતિની થીમ પર આ ડેલિગેટ્સને આવકારશે. જ્યારે 9 એપ્રિલના દિવસે પણ એરપોર્ટથી લઈને AICCની બેઠકના સ્થળ સુધીમાં 8 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવશે જેમાં વિવિધ થીમ પર નૃત્યની ઝાંખી જોવા મળશે. ડેલિગેટ માટે 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરાયા
1,840થી વધુ ડેલિગેટના રહેવા માટે અમદાવાદ અને આસપાસમાં 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેલિગેટને લાવવા લઈ જવા માટે 4 AC વોલ્વો બસ, 25 મીની બસ અને 500 કાર તૈયાર રાખવામાં આવી છે. CWCના 169 સભ્યો માટે 4 AC વોલ્વો બસ રાખવામાં આવી છે જેમાં સભ્યો બેઠકના સ્થળ સુધી અને ત્યાંથી અન્ય જગ્યાએ જઈ શકશે. સરદાર પટેલ સ્મારકમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો
અમદાવાદના શાહીબાગના સરદાર પટેલ સ્મારકમાં CWCની બેઠક યોજાવવાની હોવાથી સરદાર પટેલ સ્મારકમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાહીબાગ અંડર બ્રિજથી સરદાર પટેલ સ્મારક સુધી સમગ્ર રસ્તા ઉપર કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના વિવિધ નેતાઓના પોસ્ટર સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના સ્વાગતના પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર 2000 લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરાયો
શાહીબાગ સરદાર સ્મારક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ સહિતના નેતાઓ દ્વારા આજે 6 એપ્રિલના રોજ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક મુખ્ય જર્મન ડોમ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજે 2000 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનો વિશાળ ડોમ બની રહ્યો છે જેમાં તિરંગા કલરના કપડા લગાવવામાં આવશે. એક મુખ્ય ડોમ સહિત ત્રણ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments