વાત 2004ની છે, દેશભરમાં એવું વાતાવરણ હતું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA લોકસભા ચૂંટણી 2004 જીતી રહી છે. પરંતુ પરિણામ અપેક્ષા વિરુદ્ધ રહ્યું અને NDA ચૂંટણી હારી ગઈ. આ અણધારી હારથી રાજકીય અનિશ્ચિતતા અને ગબરાટમાં વેચવાલી થઈ અને 17 મે 2004ના રોજ બજાર 16% તૂટ્યું. આ બજારમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. બીજો સૌથી મોટો ઘટાડો (13%) 23 માર્ચ 2020ના રોજ આવ્યો. ત્યારે વિશ્વભરમાં કોરોના મહામારીનો ડર હતો. સરકારે દેશમાં મહામારીની આશંકાઓ વચ્ચે લૉકડાઉનની જાહેરાત કરી દીધી. જોકે, દરેક મોટા ઘટાડા પછી ભારતનું શેર બજાર રિકવર થયું છે. આમાં ક્યારેક ઓછો તો ક્યારેક વધુ સમય લાગ્યો છે. છેલ્લા 5 મોટા ઘટાડામાંથી રિકવરીમાં અઢી-મહિનાથી અઢી-વર્ષ લાગ્યા છે. આ સ્ટોરીમાં બજારના 5 મોટા ઘટાડા અને રિકવરી વિશે જણાવી રહ્યા છીએ… 1. 17 મે 2004ના રોજ 16% ઘટ્યું, અઢી મહિનામાં રિકવર થયું
ક્યા લેવલ પર હતું- મે 2004માં સેન્સેક્સ 5000ના સ્તર પર હતો.
ઘટાડો- 17 મેના રોજ વેચવાલીને કારણે 500 પોઇન્ટથી વધુ (લગભગ 16%)નો ઘટાડો થયો.
કારણ- લોકસભા ચૂંટણીમાં NDAની અણધારી હારથી રાજકીય અનિશ્ચિતતા અને ઘબરાટ.
રિકવરી- જુલાઈ 2004માં બજારે ફરી 5000નું લેવલ સ્પર્શ્યું અને ત્યારથી વૃદ્ધિ જારી છે. 2. 23 માર્ચ 2020ના રોજ 13.15% ઘટ્યું, 8 મહિનામાં રિકવર થયું
ક્યા લેવલ પર હતું- નવેમ્બર 2019થી બજાર 41,000ની આસપાસ કારોબાર કરી રહ્યું હતું.
ઘટાડો- 23 માર્ચ 2020ના રોજ 13%થી વધુ ઘટીને 25,900 સુધી આવી ગયું.
કારણ- વૈશ્વિક મહામારીની આશંકાઓ વચ્ચે ભારતમાં COVID-19 લૉકડાઉનની જાહેરાત.
રિકવરી- નવેમ્બર 2020માં બજારે ફરીથી પોતાના જૂના સ્તર એટલે કે 40,000ને સ્પર્શ્યું, ત્યારથી વૃદ્ધિ જારી છે. 3. 28 એપ્રિલ 1992ના રોજ 12.77% ઘટ્યું, 16 મહિનામાં રિકવર થયું
ક્યા લેવલ પર હતું- 22 એપ્રિલ 1992માં શેર બજાર 4400ના સ્તર પર હતું.
ઘટાડો- 28 એપ્રિલ 1992ના રોજ લગભગ 13% ઘટીને 3900ના સ્તર પર આવી ગયું.
કારણ- હર્ષદ મહેતા સ્કેમને કારણે બજાર પરથી રોકાણકારોનો વિશ્વાસ તૂટ્યો.
રિકવરી- ઘટાડો નવેમ્બર 1993 સુધી જારી રહ્યો, 16 ઓગસ્ટ 1994ના રોજ પહેલી વાર પોતાના જૂના લેવલને ક્રોસ કર્યું. 4. 24 ઓક્ટોબર 2008ના રોજ 10.95% ઘટ્યું, 22 મહિનામાં રિકવર થયું
ક્યા લેવલ પર હતું- મે 2008માં બજાર 18,000ને સ્પર્શવાનું હતું, જૂનથી ઘટાડો શરૂ થયો. ઓક્ટોબર 2008 સુધીમાં આ 10,000 સુધી આવી ગયું.
ઘટાડો- 24 ઓક્ટોબર 2008ના રોજ આમાં લગભગ 11%નો ઘટાડો થયો અને 8,566 પર આવી ગયું.
કારણ- લેહમેન બ્રધર્સના પતનથી ગ્લોબલ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ વધુ ઊંડું થયું.
રિકવરી- આ જ અઠવાડિયે રિકવરી પણ શરૂ થઈ, જોકે આમાં લગભગ 22 મહિનાનો સમય લાગ્યો અને જુલાઈ 2010માં બજાર પોતાના જૂના સ્તર પર આવ્યું. 5. 21 જાન્યુઆરી 2008ના રોજ 7% ઘટ્યું, 22 મહિનામાં રિકવર થયું
ક્યા લેવલ પર હતું- ડિસેમ્બર 2007માં બજારે 20,000નું સ્તર પાર કરી લીધું હતું. આ પછી ઉતાર-ચઢાવ રહ્યો.
ઘટાડો- 21 અને 22 જાન્યુઆરીના 7% અને 5%ના ઘટાડા પછી બજાર બે દિવસમાં 15,300ના સ્તર પર આવી ગયું.
કારણ- 2008ના નાણાકીય સંકટના શરૂઆતના આંચકા, વૈશ્વિક સંકેતોથી વેચવાલી તેજીથી વધી.
રિકવરી- ઘટાડો જારી રહ્યો, 27 ઓક્ટોબરે બજાર 7600ના સ્તર સુધી આવી ગયું. આ પછી રિકવરી શરૂ થઈ અને 27 સપ્ટેમ્બર 2010ના રોજ લગભગ અઢી વર્ષ પછી બજાર પોતાના જૂના સ્તર પર આવ્યું.