કાર્તિક આર્યન અને શ્રીલીલા અનુરાગ બાસુની અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગ દરમિયાનનો એક્ટ્રેસ શ્રીલીલાનો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે પણ ડરી જશો. વીડિયોમાં શ્રીલીલા અને કાર્તિક ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા. કાર્તિક આગળ અને તેની પાછળ શ્રીલીલા ચાલી રહી હતી. એવામાં ફેન્સની ભીડનું જાહેરમાં શરમજનક વર્તન જોવા મળ્યું. વીડિયો જોઈ તમે પણ હચમચી જશો. ફેન્સની ભીડે સેલ્ફીની લાલચમાં શ્રીલીલાને ખેંચી
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીલીલા અને કાર્તિક તેમની ટીમ સાથે ભીડમાંથી પસાર થતા જોઈ શકાય છે. એવામાં અચાનક જ સિક્યુરિટીની વચ્ચે ભીડમાંથી એક ફેન્સે શ્રીલીલાનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચી લીધી. એહવાલો અનુસાર આ કૃત્ય સેલ્ફી લેવા માટે ફેન્સ દ્વારા કરવામાં આવ્યું. આ રીતે અચાનક થયેલા હુમલાથી શ્રીલીલા ડરી ગઈ હતી. જોકે, કાર્તિકને ખબર પણ નહોતી તે પોતાની ધૂનમાં આગળ વધતો રહે છે. જ્યારે અવાજ આવ્યો ત્યારે કાર્તિક પાછળ ફરીને જુએ છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની વિગતો આપવામાં આવી નથી. ઇન્ટરનેટ પર લોકોએ ભીડની નિંદા કરી
જેમ જેમ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યો, ચાહકો તેની સુરક્ષાને લઈને ચિંતિત થઈ ગયા. એક યુઝરે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “જાહેર સ્થળોએ એક્ટ્રેસ સાથે દુર્વ્યવહાર બંધ થવો જોઈએ. બીજાએ લખ્યું, ખરેખર ભયાનક છે… ફિલ્મ દિવાળીના અવસરે રિલીઝ થશે
કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મના ટાઈટલ અંગેના વિવાદને કારણે હજુ રિવીલ કરવામાં આવ્યું નથી. થોડા દિવસ પહેલા જ બંનેનો ફર્સ્ટ લુક વીડિયો રિલીઝ થયો હતો. આ વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ આશિકી સિરીઝની ફિલ્મ હોવી જોઈએ. જોકે, હજુ તેના પર કોઈ ઓફિશયલ જાહેરાત કરવામાં આવી નથી. કાર્તિક આર્યનની આ ફિલ્મ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ બાસુએ કર્યું છે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારના નિર્માણ હેઠળ બની રહી છે. શૂટિંગ સમયે વાઈરલ થયેલા કેટલાક દ્રશ્યો