back to top
Homeગુજરાત'મૌલાના થઈને આવી હરકત યોગ્ય નથી':વડોદરામાં મૌલાનાએ બાથરૂમમાં મોબાઇલ મૂકી સ્નાન કરતી...

‘મૌલાના થઈને આવી હરકત યોગ્ય નથી’:વડોદરામાં મૌલાનાએ બાથરૂમમાં મોબાઇલ મૂકી સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, CCTVમાં કેદ થતાં ઝડપાયો

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર મૌલાનાને સયાજીગંજ પોલીસે પકડી પાડ્યો છે. સયાજીગંજ પોલીસે હારુન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મહિલાએ આ મામલે જણાવ્યું હતું કે મૌલાના થઇને આવી હરકત યોગ્ય નથી, તેને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માગણી છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતાં 28 વર્ષીય મહિલા ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. ગત શુક્રવારે મહિલા તથા તેમનાં સાસુ ઘરે હતાં ત્યારે બપોરના દોઢ વાગ્યાની આસપાસ મહિલા નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. જ્યારે તેમનાં સાસુ ઘરે નમાઝ અદા કરતા હતા. આ દરમિયાન મહિલાને બાથરૂમમાં અચાનક એક મોબાઇલ જણાયો હતો. મહિલાને કોઈ વ્યક્તિ તેના બાથરૂમની જાળીમાંથી ફોન મારફત વીડિયો ઉતારતો હોવાનો જણાયું હતું. ‘નાહવા સમયે મેં મારી ઉપર કેમેરા જોયો’
ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે હું નાહવા માટે બાથરૂમમાં ગઇ હતી અને મેં પાણી નાખ્યું, એ સમયે મારી ઉપર મેં કેમેરા જોયો હતો, તે મારો વીડિયો બનાવી રહ્યો હતો, જેથી મેં મારી સાસુને બૂમ પાડી હતી કે અહીં કોઈ છે. મોબાઇલ બાથરૂમમાં નાખ્યો છે. આ સમયે મારાં સાસુ ત્યાં ગયાં હતાં, જેથી તે ભાગી ગયો હતો. તેનું નામ હારુન છે અને તે મૌલાના છે. તે અમારી આગળ રહે છે. મેં આ વાત કરતાં લોકો કહેતા હતા કે હું જૂઠું બોલું છું, જેથી મેં કહ્યું હતું કે હું મારી બદનામી શા માટે કરાવું, જેથી અમે અમારા ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં તે દેખાઈ ગયો હતો. મૌલાના થઇને આ પ્રકારની હરકત કરે એ યોગ્ય નથી. આને કડક સજા થવી જોઇએ. સીસીટીવી તપાસતાં મૌલાના દેખાયો
વહુએ જાણ કર્યા બાદ સાસુએ ઘરની બહાર તપાસ કરતાં કોઈ મળી આવ્યું નહોતું. મહિલાએ ઘરની બહાર લગાડેલા સીસીટીવી તપાસતાં એમાં મૌલાના હારુન હાફીઝઅલી પઠાણ (રહે, કલ્યાણનગર વુડાના મકાન) ત્યાં હોવાનું જણાયું હતું. રાત્રે મૌલાના માફી માગવા આવ્યો
જોકે હારુન ઘર પાછળથી ભાગી ગયો હતો, પરંતુ રાત્રે નવ વાગે બે જણા હારુન પઠાણને લઈને મહિલાની માફી મગાવા લઈ આવ્યા હતા. ત્યારે મહિલાએ ફરિયાદ કરવાનું જણાવતાં હારુન જતો રહ્યો હતો. પોલીસે તપાસ કરતાં મૌલાના હારુન કલ્યાણનગરના મદરેસામાં અભ્યાસ કરે છે અને તે ધાર્મિક વિધિ કરાવતો હતો. ત્યારે સયાજીગંજ પોલીસે આ મામલે તેની સામે ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિવિધ લોકોનાં નિવેદનો લઇને તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments