એક્ટર શાહરૂખ ખાન પત્ની ગૌરી, બાળકો સુહાના, આર્યન અને અબરામ સાથે હવે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં શિફ્ટ થઈ ગયો છે. તેના આઇકોનિક બંગલો ‘મન્નત’માં મોટા પાયે રિનોવેશનનું કામ શરું થઈ ચૂક્યું હોવાથી તે નવા ઘરમાં શિફ્ટ થયો છે. જ્યારે શાહરૂખ, મેનેજર પૂજા દદલાણી અને દીકરી સુહાના સાથે તેના નવા ઘરમાં પહોંચ્યો, ત્યારે પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધો. 10500 ચોરસ ફૂટના ફ્લેટનું મહિને 24 લાખ રૂપિયા ભાડું શાહરૂખે જે બિલ્ડિંગમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યા છે, તેનું નામ ‘પૂજા કાસા’ છે. આ બિલ્ડિંગ નિર્માતા વાસુ ભગનાની, તેના દીકરા જેકી ભગનાની, દીકરી દીપશિખા દેશમુખ અને પત્ની પૂજા ભગનાનીની માલિકીની છે. વાસુએ આ ઇમારતનું નામ પણ તેમની પત્નીના નામ પરથી રાખ્યું છે. અહેવાલો અનુસાર , શાહરૂખ આ ચાર માળના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ માટે અંદાજે વાર્ષિક 2.9 કરોડ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે, એટલે કે દર મહિને 24 લાખ રૂપિયા ભાડું ચૂકવી રહ્યો છે. કુલ કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફૂટ છે, જે તેના ઘર ‘મન્નત’ ( 27,000 ચોરસ ફૂટ) ના કદ કરતાં અડધો પણ નથી. સ્ટાફ અને સુરક્ષા માટે પણ જગ્યા છે ભલે આ જગ્યા નાની હોય, પણ અંદર એટલી જગ્યા છે કે, શાહરૂખનો સ્ટાફ અને સુરક્ષા ટીમ ત્યાં આરામથી રહી શકે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે ‘મન્નત’ જેટલું મોટું નથી, પરંતુ શાહરૂખની ટીમ માટે પૂરતી જગ્યા છે. હવે તે ભગનાની પરિવારનો પડોશી બનશે આ ઇમારતની એક ખાસ વાત એ છે કે, અહીં શાહરૂખના નવા પડોશીઓ જેકી ભગનાની, તેની પત્ની અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, વાસુ ભગનાની અને પૂજા ભગનાની હશે. મતલબ કે, હવે શાહરુખ, ભગનાની પરિવારના પડોશમાં રહેવા જઈ રહ્યો છે. એક સમયે સામે દિલીપ કુમારનો બંગલો હતો શાહરૂખના આ નવા ઘરની સામે એક સમયે દિલીપ કુમાર સાહેબનો બંગલો હતો. પરંતુ રીડેવલપમેન્ટના કારણે તે બંગલો હવે વૈભવી એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત થઈ ગયો છે. આ આખા વિસ્તારમાં સંજય દત્તનો બંગલો અને કપૂર પરિવારનું આઇકોનિક ઘર પણ આવેલું છે.