મોહમ્મદ સિરાજની ગણતરી ભારતીય ટીમના બેસ્ટ બોલર્સમાં થાય છે. જોકે તેની સફર ક્યારેય સરળ ન હતી. પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા, જ્યારે માતા ઘરનો ખર્ચ ઉઠાવવા લોકોના ઘરે કામ કરતાં હતાં. સિરાજ પોતાના શોખ માટે સ્થાનિક ટુર્નામેન્ટ રમતો હતો. અહીં તેણે સારું પ્રદર્શન કર્યું અને રણજી ટીમમાં જગ્યા બનાવી. આ પછી સિરાજને હૈદરાબાદે 2017માં 2.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો. સિરાજ 2018માં RCBમાં આવ્યો હતો. અહીં ખરાબ બોલિંગને કારણે તેને ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો. પરંતુ તેણે હાર ન માની અને પોતાના કામ કરી પરફોર્મેન્સ ઈમ્પ્રુવ કરી. આજે સિરાજ ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે. વીડિયોમાં જુઓ સિરાજની કહાની.