back to top
Homeગુજરાતસાહેબ મિટિંગમાં છે:મ્યુ. કમિશનરની તમામ IAS અધિકારીને બપોરે બે કલાક ઓફિસમાં હાજર...

સાહેબ મિટિંગમાં છે:મ્યુ. કમિશનરની તમામ IAS અધિકારીને બપોરે બે કલાક ઓફિસમાં હાજર રહેવા સૂચના, ભાજપ-કોંગ્રેસના નેતાઓ RTI એક્ટિવિસ્ટો પાસે અરજી કરાવતા હોવાની ચર્ચા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… કોર્પોરેશનના તમામ IAS અધિકારીઓને બપોરે બે કલાક ઓફિસમાં હાજર રહેવાની સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ IAS અધિકારીઓને બપોરે 12થી 2 વાગ્યા સુધી પોતાના ઝોનની ઓફિસમાં જ હાજર રહેવાની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી છે. જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઝોન ફાળવવામાં આવેલો છે તેઓને વિસ્તારના નાગરિકોની સમસ્યા અને તેમના પ્રશ્નોને સાંભળવા માટે બપોરે બે કલાક ફરજિયાત પોતાની ઓફિસમાં હાજર રહીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. કેટલાક કોર્પોરેટરો અને નાગરિકોની ફરિયાદ હતી કે, ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળતા નથી, જેના કારણે તેઓના સુધી વાત પહોંચી શકતી નથી, જેને લઈને કમિશનરે આ સૂચના આપવી પડી હતી. ભાજપ-કોંગ્રેસના નેતાઓ RTI એક્ટિવિસ્ટો પાસે અરજી કરાવતા હોવાની ચર્ચા
અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા એવા જમાલપુર, ખાડિયા, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોમાં આરટીઆઇ મારફતે માહિતી મેળવી કોર્પોરેશનમાં બાંધકામ અંગે ફરિયાદ કરીને લાખો રૂપિયાની ખંડણી માગવામાં આવતી હોવાના કિસ્સાઓ બને છે. જેમાં બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અને તેમના મળતીયા શહેરના સૌથી જાણીતા ખાણીપીણી બજાર માણેકચોકમાં રાત્રે મળતા હોવાની અને ત્યાં જ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોની તેમજ ક્યાં અરજી કરવી તેની વાતો કરતા હોવાની ચર્ચા છે. ઝડપાયેલા આરટીઆઇ એક્ટિવિસ્ટ અને તેના મળતીયાઓ કોટ વિસ્તારના ભાજપના નેતાઓ સાથે ખુબ સારો સંબંધ ધરાવે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જ આખા સમગ્ર કોટ વિસ્તારમાં આવા ગેરકાયદેસર બાંધકામો મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટો પાસે અરજી કરાવીને માહિતી મેળવતા હોવાની પણ ચર્ચા છે. MLAને તેમની ઓફિસ બહાર થતી ટ્રાફિક સમસ્યાની કોઈ ચિંતા જ નથી
અમદાવાદના ભાજપના એક ધારાસભ્ય તેમના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ખૂબ ચિંતિત હોય છે. પરંતુ તેમની ઓફિસની બહાર ખૂબ ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર રીતે પાર્કિંગ થાય છે તેની તેમને કોઈ ચિંતા હોતી નથી. સાંજના સમયે ધારાસભ્યની ઓફિસના રોડ ઉપર અને સૌથી પોશ વિસ્તાર ગણાતા એવા જ્યાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ થયા છે. ખાસ કરીને તેમના વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનના રોડ ઉપર સાંજે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ટ્રાફિક જામની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા હજી સુધી કદાચ ધારાસભ્યના ધ્યાન ઉપર આવી નહીં હોય, પરંતુ જો ખરેખર ધારાસભ્યને ટ્રાફિકની બાબતે ચિંતા હોય તો તેમના વિસ્તારમાં કયા સમયે ટ્રાફિક થાય છે તેનો સર્વે કરાવીને જો સાંજના સમયે ટ્રાફિક જવાન મુકવામાં આવે તો ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા થઈ શકે નહીં. કોર્પોરેશને બગીચાનું ઉદ્ઘાટન તો કરી દીધું પણ નામકરણ કરવાનું ભૂલી ગયું!!
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક બગીચાના નામકરણને લઈને ચર્ચા જાગી છે. બગીચો બનાવીને ઉદ્ઘાટન કર્યાને એક વર્ષ થઈ ગયું છે છતાં પણ તેનું નામકરણ કરવામાં આવ્યું નહોતું. જોકે એક મહિનાથી બગીચાના નામકરણ સાથેનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ બોર્ડ ઉપર કાગળની પટ્ટીઓ મારી દેવામાં આવી છે. નામકરણના બોર્ડને કાગળથી ઢાંકી દેવામાં આવ્યું છે. ભાજપના સત્તાધીશો બગીચાના નામકરણની તકતીઓમાં પોતાના નામ લખાવવા માટે રાહ જોઈ રહ્યા છે તેમ હજી સુધી આ બગીચાના નામકરણનું વિધિવત રીતે બોર્ડ ખુલ્લું મુકવામાં આવ્યું નથી. રોજ ત્યાંથી અવરજવર કરતા લોકો બગીચાના ગેટ પર લાગેલા બોર્ડ પર કાગળિયાની પટ્ટીઓ જોઈને કહી રહ્યા છે કે કોર્પોરેશને બગીચાનું નામ ખોટું લખી દીધું છે એટલે પટ્ટીઓ મારી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments