એશિયન અને યુરોપિયન બજારોમાં ઘટાડા બાદ હવે અમેરિકન શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સ લગભગ 850 પોઈન્ટ અથવા 2.35% ઘટીને 37,412 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં એ 1,400 પોઈન્ટ ઘટ્યો હતો. ગયા અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ડાઉ જોન્સ 9%થી વધુ ઘટ્યો હતો. એનો અર્થ એ થયો કે ડાઉ જોન્સ સતત ત્રણ ટ્રેડિંગ દિવસોમાં 12%થી વધુ ઘટ્યો છે. એ જ સમયે આજે અમેરિકન બજારનો SP 500 ઇન્ડેક્સ 110 પોઈન્ટ અથવા 2.23% ઘટીને 4,960ના સ્તરે આવી ગયો છે. નાસ્ડેક કમ્પોઝિટ 300 પોઈન્ટ અથવા 1.95% ઘટીને 15,283 પર બંધ રહ્યો હતો. Nvidia, Apple, Nike, Home Depot અને Intel જેવી કંપનીઓના શેરમાં 7% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સના ટોપ લૂઝર 4 દિવસમાં માર્કેટ કેપ લગભગ $6.5 ટ્રિલિયન ઘટી ગયું આજે SP 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ 3.44% અથવા $1.47 ટ્રિલિયન ઘટીને $41.20 ટ્રિલિયન થયું. અગાઉ 4 એપ્રિલે એ ઘટીને લગભગ $42.678 ટ્રિલિયન થઈ ગયું હતું. જ્યારે 3 એપ્રિલે એ 45.38 ટ્રિલિયન ડોલર હતું અને 2 એપ્રિલે માર્કેટ કેપ 47.681 ટ્રિલિયન ડોલર હતું, એટલે કે સતત ચાર ટ્રેડિંગ દિવસોમાં માર્કેટ કેપમાં લગભગ $6.5 ટ્રિલિયનનો ઘટાડો થયો છે. યુરોપિયન બજારો લગભગ 5% ઘટ્યાં દરમિયાન યુરોપિયન બજારોમાં જર્મનીનો DAX ઇન્ડેક્સ લગભગ 5% ઘટીને 19,590 પર પહોંચી ગયો; શરૂઆતના વેપારમાં એ લગભગ 10% ઘટ્યો હતો. યુકેનો FTSE 100 ઇન્ડેક્સ લગભગ 4% ઘટ્યો છે. બજારમાં ઘટાડા માટેનાં 3 કારણ હોંગકોંગનો હેંગસેંગ 13.22% ઘટ્યો, ચીની સૂચકાંક પણ 6.50% ઘટ્યો