back to top
Homeગુજરાતઅમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ:આપણે દલિત, મુસ્લિમ, બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યાં તો OBC...

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો પ્રારંભ:આપણે દલિત, મુસ્લિમ, બ્રાહ્મણોમાં અટવાયેલા રહ્યાં તો OBC છોડીને જતાં રહ્યાં: રાહુલ ગાંધી

દિનેશ જોષી
ગુજરાતમાં 64 વર્ષથી પછી યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશનનો મંગળવારે પ્રારંભ થયો હતો. સંબોધન કરતા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં દલિત,મુસ્લિમ અને બ્રાહ્મણમાં આપણે અટવાયેલા રહ્યા ત્યાં ઓબીસી મતદારો હિન્દુત્વના નામે આપણાથી દૂર થઇ ગયા. તેમણે કહ્યં હતું કે, તમામ રાજયોમાં ઓબીસીની વસ્તી 50 ટકા આસપાસ છે ત્યારે ઓબીસીને અ્નુલક્ષીને આપણે કાર્યક્રમો આપવા જોઇએ. ગાંધીએ કહ્યું કે,કોંગ્રેસ જયારે લઘુમતિઓની ખાસ કરીને મુસ્લિમોની વાત કરે છે ત્યારે તેની ટીકા થાય છે,પરંતુ તેમા ડરવાની કોઇ જરૂર નથી,કોંગ્રેસે આવા મુદ્દાઓ ઉઠાવવા જોઇએ અને કોઇપણ પ્રકારના ખચકાટ વગર આવા મુદ્દાઓ ઉઠાવવા જોઇએ. દરમિયાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે,દેશમાં પાયાની સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનું કામ ભાજપ કરી રહીં છે.
પહેલા દિવસે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. મુખ્યત્વે બે મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. એક તો સરદાર અને નહેરું વચ્ચે વૈમન્સ્ય હતુ તેવી વાત ભાજપ દ્વારા ફેલાવીને કોંગ્રેસને બદનામ કરવામાં આવે છે તેને ખાળવા માટેની ચર્ચા થઇ હતી તેમ રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,ગુજરાત કોંગ્રેસને લઇને ચર્ચા થઇ છે,હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. તમામ બાબતો આવતીકાલે 9મીએ મળનારા રાષ્ટ્રીય અધિવેશનમાં નક્કી થશે.
લોકસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે,આજથી થોડા દિવસ પહેલા દરેક પ્રદેશના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીએ ચર્ચા કરી. દરેક જિલ્લા પ્રમુખોએ તેમના વિચાર રાહુલ ગાંધી,મલ્લિકાર્જૂન ખડગે સમક્ષ મુકી છે. રાહુલ ગાંધીએ સંસદમાં 2027માં ભાજપને તેના ગુજરાતમાં જ હરાવીશુ તેવો હુંકાર કર્યો તે બાબતે વિગતવાર જણાવતા ગૌરવ ગોગોઇએ કહ્યુ હતુ કે,રાહુલ ગાંધીએ જયારે 2027મા ગુજરાતમાં ચૂટંણી જીતવાની છે,જે અન્યાય અને ભેદભાવ ગુજરાતના લોકો સાથે થઇ રહ્યો છે ત્યારે ગુજરાતને લઇને કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ગંભીર છે. આજે જે ગુજરાતની ચર્ચા થઇ છે તેવીરીતે ગુજરાતની ચર્ચા થતી રહેશે. રાહુલ ગાંધીએ ગુજરાતને જીતવાનું અમારી પાસે લક્ષ્ય મુકયુ છે ત્યારે અમારી જવાબદારી બને છે કે ગુજરાત અમારે જીતવાનું છે. આ પડકારમાં ગુજરાત કોંગ્રેસ એકલી નહીં,પરંતુ અખિલ ભારતીય કોંગ્રેસ ગુજરાતમાં આવીને ગુજરાત કોંગ્રેસને મજબુત બનાવશે,તાકાતવાર બનાવશે. ગુજરાત કોંગ્રેસ સાથે એઆઇસીસી લડશે. ગુજરાત… રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી ગુજરાત કોંગ્રેસ-AICC મળીને લડશે
{ લોકસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઇએ જણાવ્યું હતું કે વર્કીગ કમિટીમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઇને ચર્ચા થઇ હતી, આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ સાથે મળીને એઆઇસીસી જ લડશે. કોંગ્રેસના સુત્રોએ કહ્યું હતુ કે દરેક બેઠક પર એઆઇસીસી સીધા નજર રાખશે,કોઇ બાબત ગુજરાતના ભરોસે મુકાશે નહીં. ગૌરવ ગોગાઇએ કહ્યુ હતું કે,આગામી રણનિતી માટે અનુભવી નેતાઓના મંતવ્યો લઇએ છીએ. લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થશે
{ કોંગ્રેસના ટોચના સુત્રોએ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે આગામી દિવસોમાં ધરમૂળમાંથી ફેરફાર આવશે. રાહુલ ગાંધીએ મુકેલા લક્ષ્યને હાંસલ કરવા માટે સ્થાનિક સ્તેર સંગઠનમાં ફેરફાર પછી ચોક્કસ રણનિતી સાથે કોંગ્રેસ ગુજરાતમાં આગળ વધશે. ગુજરાત કોંગ્રેસ નહીં,પણ એઆઇસીસી જ 2027ની ચૂંટણી લડશે. સરદાર અમારા છે… કોંગ્રેસની બેઠકમાં સરદાર પટેલ અંગે ઠરાવ રજૂ વર્ષ 1948માં જયપુરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ચર્ચા કરતાં પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ. મંગળવારે અમદાવાદમાં સીડબલ્યુસીની બેઠક દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને નમન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનના ભાગરૂપ વિવિધ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. પાર્ટીના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે,કોંગ્રેસના 158 સભ્યો વર્કીંગ કમિટીમાં હાજર હતા. સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિએ સરદાર અને ગાંધીના ગુજરાતમાં સંમેલન મળ્યું છે ત્યારે નહેરુ અને સરદાર વચ્ચે વૈમન્સ્ય હતુ તેવી વાતો ફેલાવતા લોકોને જવાબ અપાશે. સરદાર વલ્લભભાઇ પટેલને લઇને એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. વેણુગોપાલે ગુજરાત અને સરદારને લઇને પસાર કરાયેલા પ્રસ્તાવ બાબતે માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments